Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં 14 વર્ષની દીકરીનું અચાનક મોત, રમતા રમતા ઢળી પડી

જામનગર ખાતે 14 વર્ષની દિકરી મામાના ઘરે રમતા રમતા ઢળી પડી હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તપાસ કરતા ખબર પડી કે હાર્ટએટેક આવતા તેનુ મોત થયુ હતુ. આ વાતની જાણ થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 10:57 AM IST
જામનગરમાં 14 વર્ષની દીકરીનું અચાનક મોત, રમતા રમતા ઢળી પડીજામનગરમાં 14 વર્ષની દીકરીનું અચાનક મોત, રમતા રમતા ઢળી પડી

ફાઈલ ફોટો

જામનગર જામનગરમાં 14 વર્ષની એક દીકરીનું અચાનક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, દીકરી ઉનાળાની રજાઓ દરમિયાન તેના મામાના ઘરે ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, આનંદી નામની 14 વર્ષની દીકરી ઘર બહાર અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તે અચાનક ઢળી પડી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલના તબીબોએ તપાસ દરમિયાન હાર્ટ એટેકની સંભાવના વ્યક્ત કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

કિશોરીના અચાનક નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.