જામનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹11.93 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજે રૂ. 11 કરોડ 93 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્યુનિટી હોલ અને વોટર વર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે.
Rahul Desai
Rahul Desai
જામનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹11.93 કરોડના વિકાસ કાર્યોને મંજૂરીજામનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹11.93 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજે રૂ. 11 કરોડ 93 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્યુનિટી હોલ અને વોટર વર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે.

બેઠકમાં વોર્ડ નંબર 2, 8 અને 16માં સીસી રોડના કામો તેમજ વિવિધ બ્લોક વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ ગ્રાન્ટ હેઠળ બિલ્ડિંગ વર્ક, કમ્પાઉન્ડ વોલ અને કમ્યુનિટી હોલ સહિતના કામો માટે **રૂ. 1.67 કરોડના ખર્ચને મંજૂરી** આપવામાં આવી છે. જ્યારે અન્ય વિકાસલક્ષી કામગીરી માટે અંદાજે રૂ. 1.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વોટર વર્ક શાખા હેઠળ ડેમ નંબર-1 ખાતે ફોલ્ડર પ્રકારનો પંપ સ્થાપિત કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત આશીર્વાદ રોડ પર મહાદેવ મંદિર નજીક રોડના વિકાસ માટે પણ લાખો રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

ખાનગી સોસાયટીઓમાં કામદારોની ફાળવણી, વરસાદી મોસમ દરમિયાન જરૂરી રી-વોટરિંગ કામગીરી તેમજ સ્થાનિક ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી સહિતના આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.