જામનગરના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને વિવાદ, મંજૂરી વિના રોડ તોડ્યાના ગ્રામજનોના આક્ષેપ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગટર લાઇન નાખવા માટે જાહેર રોડને તોડી કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી માટે કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી નથી. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Growth Now News
Growth Now News
જામનગરના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને વિવાદ, મંજૂરી વિના રોડ તોડ્યાના ગ્રામજનોના આક્ષેપજામનગરના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને વિવાદ, મંજૂરી વિના રોડ તોડ્યાના ગ્રામજનોના આક્ષેપ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગટર લાઇન નાખવા માટે જાહેર રોડને તોડી કામ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી માટે કોઈ કાયદેસરની મંજૂરી લેવામાં આવી નથી. સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગટર લાઇનનું કામ કરવા માટે રોડ તોડવામાં આવ્યો છે, પરંતુ સંબંધિત અધિકારી દ્વારા રોડ તોડવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. અધિકારી દ્વારા મંજૂરી ન અપાઈ હોવા છતાં રોડ તોડી કામગીરી કરવામાં આવી હોવાનો ગ્રામજનોનો દાવો છે.

આ સમગ્ર મામલે ગટર લાઇનના કામની કાયદેસરતા અને કામગીરીમાં પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામજનો દ્વારા સ્થાનિક સરપંચ પર સત્તાનો દુરુપયોગ અને નિયમોનું ઉલ્લંઘન કરવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

મંજૂરી વિના જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

હાલ ભાદરા ગામમાં ગટર લાઇનના કામને લઈને ઉભા થયેલા આ વિવાદને પગલે સ્થાનિક સ્તરે ચર્ચા ગરમાઈ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને જવાબદાર સામે શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.