Get News Alerts

Never miss breaking news updates.

હવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના

Gujarat Weather Forecast: ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી હતી. ત્યારે વરસાદ અંગે નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
Admin
AdminUpdated on: 26 Jun 2026 05:22 PM IST
હવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવનાહવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના

Gujarat Weather Forecast: ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી હતી. ત્યારે વરસાદ અંગે નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે, રાજ્ય ઉપર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર અસર કરી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાનથી ઓડિશા સુધી સિઝનલ ટ્રફ સક્રિય હોવાથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે, ભારે વરસાદની કોઈ સંભાવના નથી. મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ હોવાનું જણાવાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણામાં 36 મીમી અને બોટાદમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાજકોટમાં 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દરિયાઈ વિસ્તારો માટે પણ હાલ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને માછીમારોને કોઈ વિશેષ સૂચના આપવામાં આવી નથી.

AUTHOR
Admin

Admin

Author details are not available.