ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ LIVE, વાંચો અપડેટ્સ



ફાઇલ તસવીર
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ LIVE, વાંચો અપડેટ્સ



ફાઇલ તસવીર
Gujarat Local Body Elections 2026 Result: ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી. આ ઉપરાંત 84 નગરપાલિકામાંથી ભાજપે 78 નગરપાલિકા પર અને કોંગ્રેસે 6 નગરપાલિકા કબ્જે કરી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, 34માંથી 33 જિલ્લા પંચાયતમાં ભાજપ અને એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. આ સિવાય 260 તાલુકા પંચાયતમાંથી 253માં ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોએ 7 તાલુકા પંચાયતમાં પકડ મજબૂત કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાઇનલ પરિણામ
કુલ 192 બેઠકમાંથી ભાજપે 160 તો કોંગ્રેસ 32 બેઠક જીત્યું. ઉલ્લેખનીય છે કે, ભાજપે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 160 જ સીટ જીતી હતી. જ્યારે કોંગ્રેસને 7 સીટનો ફાયદો થયો છે અને AIMIMનો અમદાવાદમાંથી સફાયો થયો છે.
અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસની પેનલ જીતી
અમદાવાદના જમાલપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ફાઇનલ પરિણામ
કુલ 52 બેઠકમાંથી બીજેપી 44 અને કોંગ્રેસ 8 બેઠક પર વિજેતા
સાબરકાંઠાની પોશીના તાલુકા પંચાયતમાં AAPનો દબદબો
આમ આદમી પાર્ટીએ પોશીના તાલુકા પંચાયતની 20 સીટમાંથી 10 જીતી, 6 કોંગ્રેસ તો ભાજપ માત્ર 3 સીટ પર સમેટાઈ.
રાજકોટ મનપાના 1થી 18 વોર્ડની 72 બેઠકોનું પરિણામ
ભાજપ - 65
કોંગ્રેસ - 7
આપ - 0
અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલની ભવ્ય જીત થઈ છે.
અમદાવાદના ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી
ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, ઇલિયાસ પઠાણ અને મીનાબેન નાયકની જીત
રાજ્યમાં પાંચ તાલુકા પંચાયતમાં AAPની સત્તા
ગરુડેશ્વર, વાલીયા, ચીકદા, લાલપુર અને બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ કબ્જો કર્યો છે.
અમરેલી તાલુકા પંચાયતના પરિણામ
અમરેલી તાલુકા પંચાયત: કુલ બેઠક 18,
ભારતીય જનતા પાર્ટી - 16
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 01
આમ આદમી પાર્ટી - 01
બગસરા તાલુકા પંચાયત: કુલ બેઠકો - 16, જાહેર થયેલ પરિણામ ૧૬
આમ આદમી પાર્ટી - 10
ભારતીય જનતા પાર્ટી - 06
ખાંભા તાલુકા પંચાયત: કુલ બેઠકો - 16
ભારતીય જનતા પાર્ટી - 12
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 01
આમ આદમી પાર્ટી - 03
લીલીયા તાલુકા પંચાયત: કુલ બેઠક 16
ભારતીય જનતા પાર્ટી - 07
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 09
અમરેલી નગરપાલિકાના પરિણામ
બાબરા નગરપાલિકા: કુલ બેઠક 24
ભારતીય જનતા પક્ષઃ 22
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઃ 02
ધારી નગરપાલિકા: કુલ બેઠક 28
ભારતીય જનતા પાર્ટી - 18
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ - 0
આમ આદમી પાર્ટી - 06
બિન હરીફ (ભારતીય જનતા પાર્ટી - 4)
અમદાવાદના વિવિધ વિસ્તારનું પરિણામ
થલતેજ - ભાજપ
બોડકદેવ - ભાજપ
સૈજપુર બોઘા - ભાજપ
અસારવા - ભાજપ
પાલડી - ભાજપ
શાહીબાગ - ભાજપ
લસરદારનગર - ભાજપ
બાપુનગર - 3 ભાજપ, 1 કોંગ્રેસ
નવરંગપુરા - ભાજપ
વસ્ત્રાલ - ભાજપ
દરિયાપુર - કોંગ્રેસ
બહેરામપુરા - કોંગ્રેસ
અમદાવાદ પાલડી વોર્ડ નંબર 30નું પરિણામ
ભાજપ પેનલનો વિજય
જૈનીક વકીલ
ક્રાંતિ ગાંધી
ચેતના પટેલ
દશરથ ઠાકોર
અમરેલી તાલુકા પંચાયતના પરિણામ
છભાડીયા - રમીલાબેન પુનકીયા (આમ આદમી પાર્ટી)
ભાડેર - આશિકભાઈ જુમાભાઈ (આમ આદમી પાર્ટી)
દલખાણીયા 2 - અનસુયાબેન (ભાજપ)
ડાંગરવદર - રેખાબેન દાફડા (ભાજપ)
ધારંગડી - રમીલાબેન ડોબરીયા (ભાજપ)
ગોપાલગ્રામ - રાજુભાઈ વાળા (કોંગ્રેસ)
ધારી નગરપાલિકાનું પરિણામ
વોર્ડ - 1
ભાજપ - 1
આપ - 3
વોર્ડ - 2
ભાજપ - 4
વોર્ડ 4
ભાજપ - 4
પરેશભાઈ ભગુભાઈ પટ્ટણી
પુનમબેન હિતેશભાઈ જોશી
મનિષાબેન ચિરાગભાઈ ચાવડા
લાલજીભાઈ બટુકભાઈ સોલંકી
વોર્ડ - 5
ભાજપ - 4
વોર્ડ - 6
ભાજપ - 4
જીતેન્દ્રભાઈ કેશુભાઈ જોશી
ઈલાબેન જયરાજભાઈ ધાખડા
રોશનબેન ઈમરાનભાઈ બલોચ
જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પાઘડાળ
વોર્ડ - 7
જયશ્રીબેન લલીતભાઈ ઈટોલીયા (આમ આદમી પાર્ટી)
ભૂમિબેન રવિભાઈ હિરાણી (આમ આદમી પાર્ટી)
કાજલબેન સાગરભાઈ દેત્રુજા (ભારતીય જનતા પાર્ટી)
ચતુરભાઈ પરષોત્તમભાઈ રૂડાણી (આમ આદમી પાર્ટી)
જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઇ
જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 09 બેઠકો પર ભાજપ અને 09 બેઠકો પર AAPના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ અને AAP વચ્ચે થઈ જંગ જામશે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજકોટમાં હાર
રાજકોટમાં કોંગ્રેસે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેનને ટિકિટ આપી હતી. વોર્ડ નંબર 2માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.
મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બન્યા કોર્પોરેટર
મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર અને કમલમમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલ સહિત આખી પેનલનો વિજય થયો છે.
વડોદરાના વિજેતાઓ
વોર્ડ 14
બે ભાજપ
દિપીકાબેન પટણી
અંકિતાબેન સોની
બે કોંગ્રેસ
દીપા શ્રીવાત્સવ ( મધુ શ્રીવાત્સવ ની પુત્રી )
તીર્થ બ્રહ્મભટ્ટ
વોર્ડ 1
અપક્ષ - હરીશ પટેલ
કોંગ્રેસ - પુષ્પાબેન વાઘેલા
ભાજપ - ભૂરસિંગ રાઠવા
ભાજપ - કુંદનબેન ટેલર
વોર્ડ નં-4
ભાજપના ચારેય ઉમેદવારોની જીત
અજીત દધીચ
મયુર ચોરટિયા
મધુબેન જૈન
શ્વેતાબેન માછી
વોર્ડ નં-5
ભાજપના ચારેય ઉમેદવારોની જીત
મનોજ શાહ
કેશુભાઈ જેઠવા
તેજલ વ્યાસ
દક્ષાબેન પટેલ
વોર્ડ 7
ભાજપના ચારેય ઉમેદવારોની જીત
આદિત્ય પટેલ
સચિન ખંડેલવાલ
મેઘા રાણા
શ્વેતા ચૌહાણ
વોર્ડ 10
ભાજપના ચારેય ઉમેદવારોની જીત
નીતિન દોંગા
બ્રિજેશ કાપડિયા
અવનિ સ્ટેમ્પવાળા
મમતા વ્યાસ
વોર્ડ 13
ભાજપના ચારેય ઉમેદવારોની જીત
શૈલેન્દ્ર ઠાકોર
ગોપાલ ગોહિલ
નિધિ પટેલ
ગીતા મકવાણા
વોર્ડ 16
બે કોંગ્રેસ
ચંદ્રકાંત શ્રીવાસ્તવ
અલકાબેન પટેલ
બે ભાજપ
વિજય ચૌહાણ
જાગૃતિ પટેલ
દહેગામ નગરપાલિકામાં ભાજપનો વિજય
1થી 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપનો 17 બેઠક પર તો કોંગ્રેસનો 11 બેઠક પર વિજય થયો છે.
અમરેલીની બગસરા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
વોર્ડ નંબર 1થી 4માં 16 બેઠકો કબજે કરી છે. જ્યારે વોર્ડ નંબર 5માં 2 ભાજપ, 2 કોંગ્રેસે જીતી છે. વોર્ડ નંબર 2માં સૌથી નાની ઉમેદવાર વિશ્વા નકુમ 855 મતે વિજેતા બન્યા છે. 21 વર્ષીય વિશ્વા નર્સિંગની સ્ટુડન્ટ છે. બગસરા પાલિકામાં આપ પાર્ટીની ખાતું નથી ખોલી શકી.
અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર પૂર્વ IPS મનોજ નિનામાની હાર
અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ નિનામાની 2700 મતથી જીત થઈ છે. ભાજપના દિગ્ગજ ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નિનામાની હાર થઈ છે.
વલસાડ તાલુકા પંચાયતનું પરિણામ જાહેર
વલસાડ તાલુકા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. કુલ 32 બેઠકોમાંથી 31 બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.
રાધનપુર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકના પરિણામ
1) કમાલપુર બેઠક (તાલુકા પંચાયત):
ભાજપના ઉમેદવાર ચૌધરી હિતેષભાઈ વેજતા
2) જિલ્લા પંચાયત – કમાલપુર બેઠક:
ભાજપના ઉમેદવાર હીરિબેન વાલાભાઈ 2412 મતથી વિજેતા
3) મસાલી બેઠક (તાલુકા પંચાયત):
ભાજપના ઉમેદવાર ઠાકોર તારાબેન મનુભાઈ વિજેતા
4) સાતુન બેઠક (તાલુકા પંચાયત):
ભાજપના ઉમેદવાર સમુબેન ખોડાભાઈ ભરવાડ વિજેતા
5) બંધવડ બેઠક (તાલુકા પંચાયત):
ભાજપના ઉમેદવાર ઠાકોર જશીબેન ભરતભાઈ 618 મતથી વિજેતા
6) ચલવાડા બેઠક : (તાલુકા પંચાયત)
ભાજપ ઉમેદવાર - શ્રદ્ધાબેન બેચરભાઈ ઠાકોર વિજેતા
7) જાવંત્રી બેઠક : (તાલુકા પંચાયત)
કોંગ્રેસ વિજેતા ઉમેદવાર - અમરતભાઈ રામાભાઈ રબારી
દરિયાપુર અને બહેરામપુરામાં કોંગ્રેસની જીત
દરિયાપુર અને બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે.
અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં બીજેપી પેનલની જીત
વિજેતા ઉમેદવારોના નામઃ આશાબેન બ્રહ્મભટ્ટ, એકતા રાવલ, રિતેશ દુધિયા અને હેમંત કાબરા
અમદાવાદના બાપુનગરમાં બીજેપીની પેનલ તૂટી
બાપુનગરમાં બીજેપીના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ છે. ત્યારે બાપુનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જયમન શર્માએ જીત મેળવી પેનલ તોડી છે.
ગોંડલ નગરપાલિકાની તમામ બેઠક પર ભાજપનો વિજય
ગોંડલ નગરપાલિકાની 44 બેઠકોમાંથી 20 બેઠકો તો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ હતી. બાકી રહેલી 24 બેઠકો માટે થયેલા મતદાનમાં પણ ભાજપે ક્લિન સ્વીપ કરીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે.
કેશોદ નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ, ભાજપને સત્તા
કુલ બેઠક - 36
ભાજપ - 33, કોંગ્રેસ - 3
માયાભાઈ આહીરની દીકરીની કારમી હાર
માયાભાઈ આહીરની દીકરી સોનલબેન ડેરની કારમી હાર થઈ છે. લાઠી તાલુકા પંચાયતની બેઠક પર હાર થઈ છે.
હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રનો વિજય
લોધિકા જિલ્લા પંચાયત બેઠક પર દિલીપભાઈ સરવૈયાનો 1100 મતે વિજય થયો છે.
અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની પેનલની જીત
અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે.
તળાજાની બોરડા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત
તળાજાની બોરડા તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવાર ઝવેર ભાલીયા 367 મતે વિજેતા બન્યા છે. માયા આહીરના ગામમાં ભાજપના ઉમેદવારની હાર થઈ છે. કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં માહોલ ગરમાયો છે.
વિસનગરના વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ જીતી
વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ વિજેતા બની છે. જેમાં જીતેન્દ્રજી મહેન્દ્રસિંહ ઠાકોર(ભાજપ), નિમિષાબેન ઉદયકુમાર શાહ(ભાજપ), પુષ્પાબેન અલ્કેશકુમાર પટેલ(ભાજપ) અને મૌલિકકુમાર રાજેશભાઇ પટેલ(ભાજપ)ની જીત થઈ છે.
વિસનગર નગરપાલિકાના વોર્ડ 3માં ભાજપની પેનલ જીતી
વિસનગર નગરપાલિકાના વોર્ડ 3માં ભાજપના ઉમેદવારો ઉમંગ લાલાભાઇ રબારી(ભાજપ), કલ્પેશભાઇ પરષોત્તમભાઇ પટેલ(ભાજપ), વસંતીબેન ભલાજી ભીલ(ભાજપ) અને હસુબેન નરોત્તમભાઇ પ્રજાપતિ(ભાજપ)ની જીત થઈ છે.
અમદાવાદના ઇસનપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારની જીત
ઇસનપુર વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ, વિન્કલ વ્યાસ, વૈશાલી પટેલ અને જીગરભાઈ બારૈયાની જીત થઈ છે.
કડીની 3 તાલુકા પંચાયત સીટ પર ભાજપનો વિજય
કડી તાલુકા પંચાયતની કલ્યાણપુરા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર 2200 મતે વિજય થયા છે. કડી તાલુકા પંચાયતની અગોલ બેઠક ઉપર 2275 મતે ભાજપ ઉમેદવારનો વિજય થયો છે. કડી તાલુકા પંચાયતની બાવલું બેઠક ઉપર ભાજપ ઉમેદવારનો 68 મતથી વિજય થયો છે.
છોટાઉદેપુરની બોર્ડા તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારની બોર્ડા તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત થઈ છે.
અમરેલીની શાપર તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
અમરેલી જિલ્લામાં ધારી વિધાનસભા વિસ્તારની શાપર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર મુક્તાબેન ઘેલાભાઈ સુવાગિયા વિજેતા બન્યાં છે.
છોટાઉદેપુરની ચિસડિયા જિલ્લા પંચાયત બેઠક પર આપનો વિજય
છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારની ચિસડિયા જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની 950 મતથી જીત થઈ છે.
પોરબંદરની મોટી કલસારીમાં આપની જીત
પોરબંદર જિલ્લામાં કેશોદ વિધાનસભા વિસ્તારની મોટી કલસારી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર 1206 મતથી વિજેતા થયો છે.
બોરવાવ તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
બોરવાવ તાલુકા પંચાયત બેઠક પર AAPની ભવ્ય જીત થઈ છે.
સંતરામપુરની બાબરોલ તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
સંતરામપુરની બાબરોલ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત થઈ છે.
જાવલી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા
જાવલી જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર વિજેતા થયા છે.
પોરબંદરની અમરનગર તાલુકા પંચાયત બેઠક પર આપની જીત
પોરબંદર જિલ્લામાં જેટપુર વિધાનસભા વિસ્તારની અમરનગર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર કિશોર કોટડીયા 336 મતથી વિજેતા થયા છે.
દાહોદની ચલોર તાલુકા પંચાયત સીટ પર આપનો વિજય
દાહોદ જિલ્લામાં ફતેપુરા વિધાનસભા વિસ્તારની ચલોર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર શર્મિષ્ઠાબેન 1161 મતથી વિજેતા થયા છે.
દાભવણ તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
દાભવણ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર જગદીશભાઈ રમણભાઈ 280 મતની લીડથી જીત થઈ છે.
દાહોદની નવાનગર જિલ્લા પંચાયત બેઠક પર AAPની મોટી જીત
દાહોદની નવાનગર જિલ્લા પંચાયત બેઠક પર AAPની મોટી જીત થઈ છે.
રાજકોટની ચાંદલી તાલુકા પંચાયત સીટ પર આપની જીત
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારની ચાંદલી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રમાબેન બગડાની 6 મતોથી જીત થઈ છે.
જામનગરની દેડકડક તાલુકા પંચાયતમાં આપનો વિજય
જામનગરના કાલાવડ વિધાનસભા વિસ્તારની દેડકદડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર સંગીતાબેન દિલીપભાઈ પિપરીયાની જીત થઈ છે.
ડેડિયાપાડાની ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય
ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર પૂજાબેન ગોવિંદભાઈ ગોસાઈની 676 મતોથી જીત થઈ છે.
ડેડિયાપાડાના બાર્કટુરા તાલુકા પંચાયત બેઠકમાં આપનો વિજય
ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની બાર્કટુરા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ભાવતીબેન અવિનાશ વસાવાની 346 મતોથી જીત થઈ છે.
ભુજ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ 8માં ભાજપનો વિજય
ભુજ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ 8માં ભાજપની પેનલનો વિજય થયો છે.
મહેસાણાના વોર્ડ 1, 6, 10માં ભાજપની પેનલ જીતી
મહેસાણાના વોર્ડ નંબર 1, 6 અને 10માં ભાજપના ઉમેદવારોનો જીત થયો છે.
જૂનાગઢની મોટી ઘસરી તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય
જૂનાગઢની મોટી ઘસરી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઇ થઈ હતી. ત્યારે ચિઠ્ઠી ઉછાળતાં આપ વિજેતા થયું છે.
પાટણના ધધાણા સીટ પર ભાજપની જીત
સમી તાલુકા પંચાયતની ધધાણા સીટ પર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર રિયાબેન માનસીભાઈ ચૌધરી 223 મતોથી વિજેતા થયા છે.
સિદ્ધપુરના વોર્ડ નંબર 3માં ભાજપના 3 અપક્ષ 1 ઉમેદવારની જીત
સિદ્ધપુરના વોર્ડ નંબર 3માં ભાજપના 3 અપક્ષ 1 ઉમેદવારની જીત થઈ છે.
દાહોદની અગાસવાણી તાલુકા પંચાયત બેઠક પર આપની જીત
દાહોદના દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારની અગાસવાણી તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર કેસુબેન શાનુભાઈની 2452 મતોથી જીત થઈ છે.
જસદણની આટકોટ-2 તાલુકા પંચાયત સીટ પર આપનો વિજય
જસદણ વિધાનસભા વિસ્તારની આટકોટ-2 તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર અજય વસાણીની 7 મતોથી જીત થઈ છે.
કચ્છના અડેસર તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય
કચ્છના રાપર વિધાનસભા વિસ્તારની અડેસર તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત થઈ છે.
પોરબંદરની કોયલાણા તાલુકા પંચાયતમાં આપનો વિજય
પોરબંદરના માણાવદર વિધાનસભા વિસ્તારની કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત થઈ છે.
પોરબંદરની કોયલાણા જિલ્લા પંચાયતમાં આપનો વિજય
પોરબંદરનાં માણાવદર વિધાનસભા વિસ્તારની કોયલાણા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
આટકોટ તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
જસદણ વિધાનસભા વિસ્તારની આટકોટ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત થઈ છે.
ડેડિયાપાડા-1 જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત
ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની ડેડિયાપાડા-1 જિલ્લા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની જીત થઈ છે.
ધારીની મુંજિયાસર મોટા તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય
અમરેલીના ધારી વિધાનસભા વિસ્તારની મુંજિયાસર મોટા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર રમેશભાઈ કાળુભાઈ સતાસિયાની 181 મતોથી જીત થઈ છે.
હાલોલના બાસ્કા તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય
છોટાઉદેપુરના હાલોલ વિધાનસભા વિસ્તારની બાસ્કા તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવારની 220 મતોથી જીત થઈ છે.
ડેડિયાપાડાની ચોપડવાવ તાલુકા પંચાયતમાં AAPનો વિજય
ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારની ચોપડવાવ તાલુકા પંચાયત બેઠક પર AAP ઉમેદવાર ભરતભાઈ વસાવાની ૬૦૦થી વધુ મતોથી જીત
ધોળકા નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની પેનલ વિજેતા
ધોળકા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. ચારેય ઉમેદવારો વિજેતા થતા ઉજવણી કરવામાં આવી રહી છે.
વાલોડની બેડકુવા બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય
વાલોડની બેડકુવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.
ગાંધીનગરની છાલા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા
ગાંધીનગરની છાલા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.
અમદાવાદ મનપાના જોધપુર વોર્ડમાં ભાજપની જીત
અમદાવાદ મનપાના જોધપુર વોર્ડમાં પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે અને ભાજપના ચારેય ઉમેદવારની જીત થઈ છે.
નવસારી મનપાના વોર્ડ નં. 9 માં ભાજપની પેનલની જીત
નવસારી મનપાના વોર્ડ નં. 9 માં ભાજપની પેનલની જીત થઈ છે. ધર્મેશ પટેલ, ભારતીબેન પટેલ, જયેશ રાઠોડ અને જુલીબેન લાખાણીની જીત થઈ છે.
જૂનાગઢના માંગરોળ વિધાનસભા વિસ્તારની અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત
જૂનાગઢના માંગરોળ વિધાનસભા વિસ્તારની અમરાપુર તાલુકા પંચાયત બેઠક પર AAPની જીત થઈ છે. 265 મતોથી AAP ઉમેદવાર વિજેતા બનતા કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જામ્યો છે.
અમરેલીની નવી હડીયાલ તાલુકા પંચાયતમાં AAPની જીત
અમરેલીની નવી હડીયાલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. 327 વોટથી નવી હડીયાલ તાલુકા પંચાયતમાં AAPની જીત થઈ છે.
કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7માં ભાજપની જીત
કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 7માં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે.
વાપી મહાનગરપાલિકામાં વોર્ડ નં.10માં કોંગ્રેસની પેનલનો વિજય
વાપી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.
ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની જીત
ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 2માં શીતલબેન કોટડીયા વિજેતા થતા 100 રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
ધારી નગરપાલિકા વોર્ડ 1માં આપનો સપાટો
ધારી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના 1 અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોની જીત થઈ છે.
વડોદરા મનપાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલનો વિજય
વડોદરાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. સંજીદા બેગમ સૈયદ, સોલંકી પાર્વતીબેન, હરીશભાઈ ઓડ અને મેહુલભાઈ પંડ્યા વિજેતા બન્યા છે.
સવારે 9 વાગ્યા સુધીનું રિઝલ્ટ
ભાજપનો કુલ 984 બેઠક પર વિજય, કોંગ્રેસે 83 બેઠક જીતી છે.
તાલાલા તાલુકા પંચાયતની આકોલવાડી અને આંબળાશ સીટ પર AAPનો વિજય
તાલાલા તાલુકા પંચાયતની આકોલવાડી અને આંબળાશ સીટ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ સીટ પર કોંગ્રેસની જીત
ગાંધીનગર જિલ્લા પંચાયતની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન 1374 જેટલા વોટ સાથે વિજેતા બન્યાં છે.
સિદ્ધપુર પાલિકાના વોર્ડ 1માં ભાજપનો ભગવો લહેરાયો
સિદ્ધપુર પાલિકાના વોર્ડ 1માં ભાજપનો ભગવો લહેરાયો છે, અહીં પણ ભાજપની પેનલ જીતી ગઈ છે.
તાલાલા પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારોની જીત
તાલાલા પાલિકા વોર્ડ નંબર 1ની ગણતરી પૂર્ણ ભાજપના 4 ઉમેદવારોની જીત થઈ છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકમાં ભાજપનો 5600 મતથી વિજય
ગાંધીનગર જિલ્લા પંચાયતની અડાલજ બેઠકમાં ભાજપનો 5600 મતથી વિજય થયો છે.
ઉમરગામ નગરપાલિકા વોર્ડ 1માં BJP પેનલ વિજેતા
ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે.
વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપની પેનલનો વિજય
વિજેતા ઉમેદવારના નામ - ટીનાબેન ભુપેન્દ્રભાઇ હળપતિ (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી), મિતલબેન કુંજલ શાહ (સામાન્ય સ્ત્રી), વિપુલચંદ્ર લાલુભાઈ પટેલ (પછાતવર્ગ), મિતેષ નવનીતલાલ દેસાઇ (સામાન્ય)
થોડીવારમાં મતગણતરી ચાલુ થશે
થોડીવારમાં તમામ મતગણતરી કેન્દ્રો પર મતગણતરીની શરૂઆત કરવામાં આવશે. હાલ તમામ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો સહિતના લોકોની તપાસ બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.




