Gujarat Local Body Elections Result 2026 Live Update: ગુજરાતની 15 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી. આ ઉપરાંત 84 નગરપાલિકામાંથી ભાજપે 78 નગરપાલિકા પર અને કોંગ્રેસે 6 નગરપાલિકા કબ્જે કરી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, 34માંથી 33 જિલ્લા પંચાયતમાં ભાજપ અને એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે. આ સિવાય 260 તાલુકા પંચાયતમાંથી 253માં ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષોએ 7 તાલુકા પંચાયતમાં પકડ મજબૂત કરી છે.