Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત દિવસની ઉજવણીમાં ગુજરાત ટાઇટન્સનો અનોખો અંદાજ, ખેલાડીઓને ટાંગલિયા શર્ટ ભેટ આપી

ગુજરાતના પ્રસિદ્ધ હસ્તવણાટ કાપડમાંથી બનાવાયેલા આ શર્ટ પહેરી ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી અને સ્થાનિક હસ્તકલાની પ્રશંસા કરી. જેતરના વર્ષોમાં ટાંગલિયા હસ્તકલાને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી રહી છે. ગુજરાત ટાઇટન્સની આ પહેલ ‘ગુજરાત-પ્રથમ’ અભિગમને મજબૂત બનાવે છે
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 May 2026 03:47 PM IST
ગુજરાત દિવસની ઉજવણીમાં ગુજરાત ટાઇટન્સનો અનોખો અંદાજ, ખેલાડીઓને ટાંગલિયા શર્ટ ભેટ આપીગુજરાત દિવસની ઉજવણીમાં ગુજરાત ટાઇટન્સનો અનોખો અંદાજ, ખેલાડીઓને ટાંગલિયા શર્ટ ભેટ આપી

અમદાવાદ: Gujarat Titansએ ગુજરાત દિવસ નિમિત્તે ખાસ ટીમ ડિનરનું આયોજન કરીને રાજ્યના સાંસ્કૃતિક વારસાને અનોખી રીતે સન્માન આપ્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ, માલિકો અને સપોર્ટ સ્ટાફે એકત્ર થઈ ભવ્ય ઉજવણી કરી હતી.

ઉજવણીને યાદગાર બનાવવા માટે ફ્રેન્ચાઇઝીએ તમામ ખેલાડીઓને પરંપરાગત ટાંગલિયા શર્ટ ભેટ આપ્યા હતા. ગુજરાતના પ્રસિદ્ધ હસ્તવણાટ કાપડમાંથી બનાવાયેલા આ શર્ટ પહેરી ખેલાડીઓએ ખુશી વ્યક્ત કરી અને સ્થાનિક હસ્તકલાની પ્રશંસા કરી.

ટાંગલિયા વણાટની પરંપરા 700 વર્ષથી વધુ જૂની માનવામાં આવે છે, જે ડાંગસિયા સમુદાય સાથે જોડાયેલી છે. તેની અનોખી મણકા જેવી ડિઝાઇનને “કાપડ પરના મોતી” તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્ત્ર ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને વાર્તાકથનની સમૃદ્ધ ઓળખ દર્શાવે છે.

તાજેતરના વર્ષોમાં ટાંગલિયા હસ્તકલાને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી રહી છે. ગુજરાત ટાઇટન્સની આ પહેલ ‘ગુજરાત-પ્રથમ’ અભિગમને મજબૂત બનાવે છે અને રમતગમતની બહાર પણ સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપે છે.

આ ટીમ ડિનર દ્વારા ફ્રેન્ચાઇઝીએ માત્ર ઉજવણી જ નહીં, પરંતુ ખેલાડીઓ વચ્ચે એકતા અને સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યે જોડાણ વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

 

ટાંગલિયા શર્ટની ખાસિયતો:

૭૦૦ વર્ષ જૂની કલા: આ એક અતિ પ્રાચીન હસ્તકલા છે જે મુખ્યત્વે ડાંગસિયા સમુદાય દ્વારા કરવામાં આવે છે.વિશિષ્ટ ડિઝાઈન

ટાંગલિયા વણાટમાં કપડા પર નાના-નાના દાણા (dots) જેવી ડિઝાઈન હાથથી બનાવવામાં આવે છે

જે તેને અનન્ય બનાવે છે.વૈશ્વિક ઓળખ: આ હસ્તકલા એટલી પ્રખ્યાત છે.

હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પિટ (Brad Pitt) પણ આ કારીગરો દ્વારા બનાવેલા ટાંગલિયા શર્ટ પહેરતા જોવા મળ્યા છે.

હસ્તકલા: તે સંપૂર્ણપણે હાથશાળ પર વણાયેલું કાપડ છે, જેમાં કપાસ કે ઊનના દોરાનો ઉપયોગ થાય છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.