ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11 બેઠકો બિનહરીફ જાહેર



ફાઇલ તસવીર
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11 બેઠકો બિનહરીફ જાહેર



ફાઇલ તસવીર
Gujarat Local Body Elections: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રકિયામાં ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે ખેડા જિલ્લામાં વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની કુલ 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ, ઠાસરા નગરપાલિકામાં કુલ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 4ની બે બેઠકો તથા વોર્ડ નંબર 6ની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે.
મહેમદાવાદ નગરપાલિકાની ત્રણ વોર્ડમાં યોજાનારી પેટાચૂંટણીમાં ત્રણમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ની એક-એક બેઠક બિનહરીફ રહી છે.
તાલુકા પંચાયત સ્તરે પણ કેટલીક બેઠકો બિનહરીફ રહી છે. મહેમદાવાદ તાલુકા પંચાયતની કાછઈ અને છાપરા બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત ખેડા તાલુકાની પરસતંજ બેઠક પણ બિનહરીફ રહી છે. નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પણ બિનહરીફ જાહેર થવાથી કુલ બિનહરીફ બેઠકોની સંખ્યા 11 પર પહોંચી છે.
આ બિનહરીફ જીતોને કારણે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે રાજકીય દ્રષ્ટિએ આ પરિણામો વિવિધ પક્ષોની સ્થાનિક સ્તરે મજબૂતી અને સમજૂતીનો સંકેત માનવામાં આવી રહ્યો છે.




