Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત સરકારનું ‘વોટ્સએપ ગવર્નન્સ’ તરફ મહત્વપૂર્ણ પગલું: મેટા સાથે MoU પર હસ્તાક્ષર

ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ વચ્ચે થયેલા MoU સાથે ગુજરાતે ડિજિટલ ગવર્નન્સની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “નાગરિક દેવો ભવ:”ના વિઝનને આગળ વધારતી આ પહેલ હેઠળ હવે નાગરિકોને વોટ્સએપ મારફતે સરકારી સેવાઓ વધુ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ થશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 03:40 PM IST
ગુજરાત સરકારનું ‘વોટ્સએપ ગવર્નન્સ’ તરફ મહત્વપૂર્ણ પગલું: મેટા સાથે MoU પર હસ્તાક્ષરગુજરાત સરકારનું ‘વોટ્સએપ ગવર્નન્સ’ તરફ મહત્વપૂર્ણ પગલું: મેટા સાથે MoU પર હસ્તાક્ષર

ગાધીનગર: ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “નાગરિક દેવો ભવ:”ના વિઝનને સાકાર કરતી દિશામાં આ પહેલને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ MoU અંતર્ગત રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવામાં આવશે અને નાગરિકોને વોટ્સએપ દ્વારા જ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વ્યવસ્થા દ્વારા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારના લોકોને એક જ વોટ્સએપ નંબર મારફતે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડ્સ, સોગંદનામા સહિત કુલ 20 જેટલી સેવાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઘરે બેઠા મળી શકશે.

સરકારના જણાવ્યા મુજબ આ નવી વ્યવસ્થાથી નાગરિકોને અલગ-અલગ પોર્ટલ્સ પર જવાનું કે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનમાં ઉભા રહેવાનું નિવારણ થશે. સાથે જ સેવાઓની ઝડપી ડિલિવરી અને રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ વધુ અસરકારક બનશે.

રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં વધુ સેવાઓને પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે જોડવાની યોજના છે, જેથી નાગરિકોને “વન-ડે ગવર્નન્સ”થી આગળ વધીને સંપૂર્ણ “ડિજિટલ અને સરળ ગવર્નન્સ”નો લાભ મળી શકે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.