ગાંધીનગરમાં સ્ટંટ કરનારા ત્રણ નબીરાની ધરપકડ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી



ગાંધીનગરમાં સ્ટંટ કરનારા ત્રણ નબીરાની ધરપકડ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી



Gandhinagar Police: પાટનગર ગાંધીનગરમાં જાહેર માર્ગ પર જોખમી રીતે કાર સ્ટંટ કરનારા ત્રણ નબીરાઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના PDPU રોડ પર ત્રણ યુવકો બેદરકારીપૂર્વક અને જોખમી રીતે ગાડીઓ ચલાવી સ્ટંટ કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો.
વીડિયોના આધારે તપાસ હાથ ધરી પોલીસે આદિત્ય રાઠોડ, અક્ષેન્દ્રસિંહ રાઠોડ અને વિશ્વજીતસિંહ ચૌહાણ નામના આરોપીઓની ઓળખ કરી તેમની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
જાહેર માર્ગ પર સ્ટંટબાજી કરીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે. આ સાથે જ આવા કૃત્યો સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. વાયરલ વીડિયોને પગલે શહેરમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.




