ગાંધીનગર ACBની સફળ ટ્રેપ, પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર 45 હજારની લાંચ લેતા ઝડપાયા



ગાંધીનગર ACBની સફળ ટ્રેપ, પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર 45 હજારની લાંચ લેતા ઝડપાયા



Gandhinagar Crime News: ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડા રૂ.45 હજારની લાંચ સ્વીકારતા ACBના જાળમાં ફસાયા હતા.
મળતી માહિતી મુજબ, વોટર ATM મશીનનું બિલ મંજૂર કરવા બદલ ફરિયાદી પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદ મળતા ACBએ આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન ગાંધીનગર સ્થિત કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર આરોપી રાજદીપસિંહ ચાવડા લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
આરોપી પાસેથી રૂ.45 હજારની લાંચની રકમ કબજે કરવામાં આવી છે. ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




