ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, દેશમાં ઇંધણ મોંઘવારીનો ઝટકો



ફાઈલ ફોટો
ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, દેશમાં ઇંધણ મોંઘવારીનો ઝટકો



ફાઈલ ફોટો
ગાંધીનગર: ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ 15 મે બાદ એક અઠવાડિયામાં બીજી વખત થયેલો ભાવ વધારો છે. અગાઉ પણ પ્રતિ લીટર 3 રૂપિયાનો મોટો વધારો ઝીંકાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજ વધુ વધી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચતા ઇંધણના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેના સીધા અસરરૂપે ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી નોંધાઈ રહી છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર વધતા આર્થિક દબાણના કારણે દેશભરમાં ઇંધણના દરોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ઇંધણના સતત વધતા ભાવથી પરિવહન, માલસામાન અને દૈનિક જીવન જરૂરિયાતોની કિંમતો પર પણ અસર પડી શકે છે, જેના કારણે સામાન્ય નાગરિકોની ચિંતા વધી રહી છે.




