Get News Alerts

Never miss breaking news updates.

હોર્મુઝ જળમાર્ગમાં ઘર્ષણ તેજ: ઇરાનનો અમેરિકાને ખુલ્લો ચેલેન્જ આપી !

ઈરાનના દાવા મુજબ, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકી યુદ્ધજહાજો પ્રવેશવાનો પ્રયાસ કરતા ઈરાની નૌસેનાએ ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. સાથે જ ઈરાને આક્ષેપ કર્યો કે અમેરિકાએ તેની નાગરિક બોટ્સ પર હુમલો કર્યો, જેમાં 5 લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ બોટ્સને ઈરાનની સૈનિક સંસ્થા સાથે જોડાયેલી ગણાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 May 2026 03:33 PM IST
હોર્મુઝ જળમાર્ગમાં ઘર્ષણ તેજ: ઇરાનનો અમેરિકાને ખુલ્લો ચેલેન્જ આપી !હોર્મુઝ જળમાર્ગમાં ઘર્ષણ તેજ: ઇરાનનો અમેરિકાને ખુલ્લો ચેલેન્જ આપી !

ફાઈલ ફોટો

તહેરાન: મોહમ્મદ બાઘેર ગાલિબાફએ અમેરિકાને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ મુદ્દે ઇરાને હજુ શરૂઆત પણ કરી નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

ઈરાનના દાવા મુજબ, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકી યુદ્ધજહાજો પ્રવેશવાનો પ્રયાસ કરતા ઈરાની નૌસેનાએ ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. સાથે જ ઈરાને આક્ષેપ કર્યો કે અમેરિકાએ તેની નાગરિક બોટ્સ પર હુમલો કર્યો, જેમાં 5 લોકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ બોટ્સને ઈરાનની સૈનિક સંસ્થા સાથે જોડાયેલી ગણાવી છે.

ગાલિબાફે સોશિયલ મીડિયા પર લખ્યું કે હાલની સ્થિતિ અમેરિકા માટે અસહ્ય બની રહી છે, જ્યારે ઈરાને હજુ કાર્યવાહી શરૂ પણ કરી નથી. તેમણે ઉમેર્યું કે અમેરિકાની પ્રવૃત્તિઓ સમુદ્રી સુરક્ષાને જોખમમાં મૂકે છે.

રિપોર્ટ્સ મુજબ, ઓમાની કિનારે જતા ઈરાનના નાગરિક કાર્ગો બોટ્સ પર અમેરિકી સેનાએ હુમલો કર્યો હતો. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે ઈરાની દળોએ મિસાઇલ, ડ્રોન અને નાની બોટ્સથી હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો.

આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પએ આ ઘટનાને નાની અથડામણ ગણાવી હતી. જોકે બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે અને હોર્મુઝ જળમાર્ગમાં સ્થિતિ તંગ બની રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.