Get News Alerts

Never miss breaking news updates.

મવડી મેઈન રોડ પર ઝઘડો: મહિલા અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

રાજકોટમાં આવેલી માવડી મેઈન રોડ ઉપર અસમાજિક તત્વો અને મહિલા વચ્ચે મારામારીનો કિસ્સો બહાર આવ્યો હતો. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા ઉપર વાઈયરલ થતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કાલે રાત્રે આ બનાવ બનતા આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જતા હોય છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 May 2026 11:05 AM IST
મવડી મેઈન રોડ પર ઝઘડો: મહિલા અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી, વીડિયો વાયરલમવડી મેઈન રોડ પર ઝઘડો: મહિલા અને અસામાજિક તત્વો વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા અને અસામાજિક તત્વો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રાજકોટ શહેરમાં દિવસે દિવસે હિંસક ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. અસામાજિક તત્વોના કારણે સામાન્ય નાગરિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આવો જ એક બનાવ ગઈકાલે રાત્રે રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર બન્યો હતો.

મવડી રોડ વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વો અને એક મહિલા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેના કારણે વિસ્તારમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.