ખિદરત ટાપુ નજીક ડ્રોનનો કાટમાળ મળ્યો, દરિયાકાંઠેથી શંકાસ્પદ ASI સિસ્ટમ પણ મળી
ખિદરત ટાપુ નજીક દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ અને ASI સિસ્ટમ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. લોકેશન ટ્રેકિંગ માટે ઉપયોગમાં આવતી આ સિસ્ટમ મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.

Rahul DesaiUpdated on: 12 May 2026 11:28 AM IST

ખિદરત ટાપુ નજીક ડ્રોનનો કાટમાળ મળ્યો, દરિયાકાંઠેથી શંકાસ્પદ ASI સિસ્ટમ પણ મળી
ખિદરત ટાપુ નજીક દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ અને ASI સિસ્ટમ મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે. લોકેશન ટ્રેકિંગ માટે ઉપયોગમાં આવતી આ સિસ્ટમ મળતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને તાત્કાલિક સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.

Rahul Desai
Updated on: 12 May 2026 11:28 AM IST

ખિદરત ટાપુ નજીક દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો છે. સાથે જ સ્થળ પરથી લોકેશન ટ્રેકિંગ માટે ઉપયોગમાં લેવાતી એક શંકાસ્પદ ASI સિસ્ટમ પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સંયુક્ત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સ્ટેટ આઈબી, એસઓજી અને જખૌ મરીન દ્વારા મળીને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આ સિસ્ટમનો ઉપયોગ સ્થાન (લોકેશન) જાણવામાં થતો હોવાનું અનુમાન છે. ઘટનાની ગંભીરતા જોતા સુરક્ષા એજન્સીઓએ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને કાટમાળ તથા મળેલી સિસ્ટમ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
Khidrat IslandDrone DebrisSuspicious ObjectCoastal SecurityASI SystemGujarat NewsBreaking NewsSecurity Alert
AUTHOR