Get News Alerts

Never miss breaking news updates.

‘ખાર્ગ ઉડાવી દઈશું, તેલના કૂવા ફૂંકી મારીશું...’ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને ધમકી

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી છે. તેમણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.
Admin
AdminUpdated on: 30 Mar 2026 07:38 PM IST
‘ખાર્ગ ઉડાવી દઈશું, તેલના કૂવા ફૂંકી મારીશું...’ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને ધમકી‘ખાર્ગ ઉડાવી દઈશું, તેલના કૂવા ફૂંકી મારીશું...’ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને ધમકી

ફાઇલ તસવીર

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી છે. તેમણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, અમે ઈરાનની નવી, વધુ વાજબી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. ઈરાન સાથે અમારી વાતચીત ચાલુ છે. પરંતુ જો અમે ઈરાન સાથે ટૂંક સમયમાં કોઈ કરાર પર નહીં પહોંચીએ અને જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમે ઈરાનના તેલ ક્ષેત્રોને ઉડાવી દઈશું, ઈરાનના પાવર પ્લાન્ટ અને અન્ય મુખ્ય લશ્કરી સ્થાપનોનો નાશ કરીશું.’

તેમણે કહ્યું કે, ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ્સ, જે દરિયાઈ પાણીને પીવાલાયક બનાવે છે, તેને પણ નિશાન બનાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે, જ્યારે અમે હજુ સુધી આ પ્લાન્ટ્સને જાણી જોઈને નિશાન બનાવ્યા નથી, પરંતુ ટૂંક સમયમાં તેમને નિશાન બનાવવામાં આવશે.

ટ્રમ્પે કહ્યું કે, ઈરાની હુમલામાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોની કિંમત તેહરાનને ચૂકવવી પડશે . વધુમાં ટ્રમ્પે ઈરાનના તેલ ક્ષેત્રો અને ખાર્ગ ટાપુનો નાશ કરવાની પણ હાકલ કરી હતી. ગયા અઠવાડિયે ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા દસ દિવસ સુધી ઈરાની ઊર્જા સ્થાપનો પર હુમલો કરવાનું ટાળશે.

આ દરમિયાન ઈરાનનો આરોપ છે કે, ઈઝરાયલે કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ઈરાને કહ્યું કે, આ દેશને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ એક ક્રૂર ઈઝરાયલી કાર્યવાહી છે જેના ગંભીર પરિણામો આવશે.

ઈરાને અમેરિકા સાથે કોઈપણ સીધી વાતચીતનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેણે જે શરતો રજૂ કરી છે તે ગેરવાજબી છે. બાગાઈએ જણાવ્યું હતું કે, ઈરાનનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યું છે, જ્યારે અમેરિકાએ વારંવાર પોતાનું વલણ બદલ્યું છે. ઈરાને એમ પણ કહ્યું હતું કે, તે વાટાઘાટો કયા માળખામાં વિચારશે તેનાથી સંપૂર્ણપણે વાકેફ છે.

આ દરમિયાન સ્પેને ઈરાન સામેના યુદ્ધમાં સામેલ યુએસ લશ્કરી વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. વધુમાં લશ્કરી થાણાઓનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સ્પેનના સંરક્ષણ પ્રધાન માર્ગારીતા રોબલ્સે જણાવ્યું હતું કે, દેશ ઈરાનને લગતી કોઈપણ લશ્કરી કાર્યવાહી માટે તેના હવાઈ ક્ષેત્ર અથવા લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.

AUTHOR
Admin

Admin

Author details are not available.