ભાવનગરમાં સામાન્ય બાબતે મારામારી થતા આધેડ ઇજાગ્રસ્ત, સારવાર દરમિયાન મોત
Bhavnagar News: ભાવનગરના તરસમીયા રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીમાં ગત 26 મે,2026ના રોજ પાડોશીઓ વચ્ચે કચરો અને એંઠવાડ નાંખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે પાડોશીઓ અને તેમના પરિવારને ગંદકી ન કરવા બાબતે સમજાવ્યા હતા.

AdminUpdated on: 21 Jun 2026 07:58 PM IST

ભાવનગરમાં સામાન્ય બાબતે મારામારી થતા આધેડ ઇજાગ્રસ્ત, સારવાર દરમિયાન મોત
Bhavnagar News: ભાવનગરના તરસમીયા રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીમાં ગત 26 મે,2026ના રોજ પાડોશીઓ વચ્ચે કચરો અને એંઠવાડ નાંખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે પાડોશીઓ અને તેમના પરિવારને ગંદકી ન કરવા બાબતે સમજાવ્યા હતા.

Admin
Updated on: 21 Jun 2026 07:58 PM IST

Bhavnagar News: ભાવનગરના તરસમીયા રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીમાં ગત 26 મે,2026ના રોજ પાડોશીઓ વચ્ચે કચરો અને એંઠવાડ નાંખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે પાડોશીઓ અને તેમના પરિવારને ગંદકી ન કરવા બાબતે સમજાવ્યા હતા.
આ વાતની અદાવત રાખીને પાડોશમાં રહેતા પરિવારે લાકડીઓ, પાવડા અને પાઇપ જેવા હથિયારો વડે મહિલા પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં આધેડ વચ્ચે પડતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના હત્યામાં પરિણમતા પોલીસે ગુનો નોંધી હત્યા મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
AUTHOR