Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોએ મનાવી ઐતિહાસિક જીતની ઉજવણી

બંગાળમાં પ્રથમ વખત બીજેપીની સરકાર બનતા રાજકોટમાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ ટીલાળાના મત વિસ્તારમાં બંગાળી કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ વિસ્તારમાં એક લાખ કરતા વધારે બંગાળી ભાઈ બહેનો રહે છે. તેમની સાથે ફટાકડા અને મોં મીઠુ કરાવી જય શ્રી રામના નારા સાથે જીતની ખુશી વ્યકત કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 May 2026 11:50 AM IST
રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોએ મનાવી ઐતિહાસિક જીતની ઉજવણીરાજકોટના સોની બજારમાં બંગાળી કારીગરોએ મનાવી ઐતિહાસિક જીતની ઉજવણી

રાજકોટ: રાજકોટમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને લઈને ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો. રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તાર તથા ધારાસભ્ય રમેશ ટીલાળાના મતવિસ્તારમાં બંગાળી કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટના સોની બજારમાં કામ કરતા એક લાખથી વધુ બંગાળી કારીગરોએ ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરાવી અને “જય શ્રી રામ”ના ગગનભેદી નારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી. વિધાનસભા 70 વિસ્તારમાં વસવાટ કરતા બંગાળી પરિવારોમાં ખાસ ઉજવણીનો માહોલ સર્જાયો હતો.

ઉજવણી દરમિયાન બંગાળી કારીગરોએ જણાવ્યું હતું કે તેઓ હવે પશ્ચિમ બંગાળમાં પણ “ગુજરાત મોડલ” જેવી વિકાસયાત્રા જોવા માંગે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બંગાળમાં ધંધા-વ્યવસાય માટે “કટ મની” આપવાની પ્રથા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ હવે પરિવર્તનની આશા જાગી છે.

કારીગરોએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં હવે “રામરાજ્ય”ની સ્થાપના થશે અને વિકાસ સાથે શાંતિ અને સુરક્ષાનું નવું વાતાવરણ ઉભું થશે. રાજકોટમાં ઉજવાયેલા આ વિજયોત્સવે સમગ્ર વિસ્તારમાં રાજકીય અને ઉત્સવી માહોલ સર્જી દીધો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.