
BJP Golden Era Under Modi: પશ્ચિમ બંગાળમાં ભાજપની જંગી જીત સાથે, મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારના 15 વર્ષના શાસનનો અંત આવ્યો. 9 મેના રોજ, ભાજપે સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં બંગાળમાં નવી સરકારની રચના કરી. આ સાથે, 2014 માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી, બંગાળ 9મું રાજ્ય બન્યું છે જ્યાં ભાજપે પ્રથમ વખત મુખ્યમંત્રી પદ જીત્યું છે. આ યાત્રા 2014...

બંગાળમાં પ્રથમ વખત બીજેપીની સરકાર બનતા રાજકોટમાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ ટીલાળાના મત વિસ્તારમાં બંગાળી કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ વિસ્તારમાં એક લાખ કરતા વધારે બંગાળી ભાઈ બહેનો રહે છે. તેમની સાથે ફટાકડા અને મોં મીઠુ કરાવી જય શ્રી રામના નારા સાથે જીતની ખુશી વ્યકત કરવામાં આવી હતી.