Get News Alerts

Never miss breaking news updates.

વડોદરાના છાણી વિસ્તારમાં મોપેડની ડિક્કીમાંથી ગૌમાંસ ઝડપાયું

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એક્ટીવા મોપેડની ડિક્કીમાંથી ગૌમાંસ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પ્રાણીન ફાઉન્ડેશનને મળેલી બાતમીના આધારે ટીમે ફિલ્મી ઢબે દંપતીનો પીછો કરી પોલીસની મદદથી તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 May 2026 05:00 PM IST
વડોદરાના છાણી વિસ્તારમાં મોપેડની ડિક્કીમાંથી ગૌમાંસ ઝડપાયુંવડોદરાના છાણી વિસ્તારમાં મોપેડની ડિક્કીમાંથી ગૌમાંસ ઝડપાયું

વડોદરા: વડોદરા શહેરના છાણી વિસ્તારમાં દંપતીની એક્ટીવા મોપેડની ડિક્કીમાંથી ગૌમાંસ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, 22 મેના રોજ પ્રાણીન ફાઉન્ડેશનના પ્રમુખ નેહા પટેલને બાતમી મળી હતી કે એક દંપતી પાલેજથી મોપેડમાં ગૌમાંસ લઈને વડોદરા તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે ફિલ્મી ઢબે દંપતીનો પીછો શરૂ કર્યો હતો.

ત્યારબાદ GSFC નજીક પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે છાણી પોલીસની મદદથી દંપતીને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોપેડની ડિક્કીમાંથી શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું.

પોલીસ દ્વારા નમૂનાઓ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. FSL રિપોર્ટમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થયા બાદ છાણી પોલીસે દંપતી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.