Get News Alerts

Never miss breaking news updates.

અરવલ્લીમાં ચેઇન સ્નેચર્સ ગેંગનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

Aravalli News: અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અરવલ્લી LCB એ બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. મોડાસા કોલેજ રોડ પાસે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.97 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
Admin
AdminUpdated on: 28 Jun 2026 06:31 PM IST
અરવલ્લીમાં ચેઇન સ્નેચર્સ ગેંગનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડઅરવલ્લીમાં ચેઇન સ્નેચર્સ ગેંગનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

Aravalli News: અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અરવલ્લી LCB એ બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. મોડાસા કોલેજ રોડ પાસે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.97 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 43 ગુનાઓ નોંધાયેલા છે અને અમદાવાદ બાદ હવે તેમણે ગ્રામ્ય વિસ્તારોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ ધરપકડ સાથે મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચેઇન સ્નેચિંગના બે ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.