રાજ્યના 301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણ

ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલા 301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Growth Now News
Growth Now News
રાજ્યના 301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણરાજ્યના 301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણ

ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલા 301 વેરા નિરીક્ષકોને નિમણૂક પત્રો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે સરકારી સેવામાં મળતી જવાબદારી માત્ર નોકરી નહીં પરંતુ જનસેવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "Reform, Perform, Transform" મંત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાજ્યના વિકાસને નવી દિશા આપવા માટે અધિકારીઓની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ છે.

મુખ્યમંત્રીએ વેરા નિરીક્ષકોને કર્તવ્યનિષ્ઠા, પારદર્શિતા અને પ્રામાણિકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે લોકોનો વિશ્વાસ જાળવી રાખીને કાયદાના દાયરામાં રહી નિષ્પક્ષ રીતે ફરજ બજાવવી એ દરેક અધિકારીની જવાબદારી છે. સાથે જ તેમણે રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અને જાહેર હિતને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય વેરા વિભાગમાં જોડાયેલા આ 301 નવનિયુક્ત વેરા નિરીક્ષકો પોતાની કાર્યક્ષમતા અને પ્રામાણિકતાથી સરકારની આવક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે ઉમેર્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં યુવા અધિકારીઓની ભૂમિકા નિર્ણાયક રહેશે. કાર્યક્રમના અંતે તમામ અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.