Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકી સેનાનો ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કર પર હુમલો

ઓમાનની ખાડીમાં અમેરિકાએ ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કર પર કાર્યવાહી કરતાં મધ્યપૂર્વમાં ફરી તણાવ વધી ગયો છે. અમેરિકી સેનાએ ટેન્કરને નિશાન બનાવી તેનો રડર નષ્ટ કર્યો હોવાનો દાવો કર્યો છે,
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 May 2026 02:04 PM IST
અમેરિકી સેનાનો ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કર પર હુમલોઅમેરિકી સેનાનો ઈરાની ઝંડાવાળા ઓઈલ ટેન્કર પર હુમલો

United States અને Iran વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકી સેનાએ ઈરાની ઝંડાવાળા એક ઓઈલ ટેન્કર પર કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, ઓમાનની ખાડીમાં ઈરાની બંદર તરફ જઈ રહેલા ‘હસ્ના’ નામના ખાલી તેલ ટેન્કરને નિશાન બનાવી તેનો રડર નષ્ટ કરવામાં આવ્યો હતો.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે, આ કાર્યવાહી બુધવારે અમેરિકી સમય મુજબ સવારે 9 વાગ્યે કરવામાં આવી હતી. અમેરિકી સેનાના જણાવ્યા પ્રમાણે ટેન્કરના ક્રૂને અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેઓએ સૂચનોનું પાલન ન કરતાં યુએસએસ અબ્રાહમ લિંકન પરથી ઉડાન ભરેલા અમેરિકી નેવીના F/A-18 સુપર હોર્નેટ વિમાને 20 એમએમ કેનન ગનથી ફાયરિંગ કર્યું હતું.

અમેરિકાએ દાવો કર્યો છે કે હુમલા બાદ ટેન્કર હવે ઈરાન તરફ આગળ વધી રહ્યું નથી. સાથે જ અમેરિકા દ્વારા ઈરાની બંદરો તરફ જતા અથવા ત્યાંથી નીકળતા જહાજો સામે નાકાબંધી કડક બનાવવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ દરમિયાન Donald Trumpએ દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનની નૌકાદળ, એર ફોર્સ, રડાર સિસ્ટમ અને મિસાઇલ સ્ટોકનો મોટાભાગનો ભાગ નષ્ટ થઈ ગયો છે.

બીજી તરફ અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મેમોરેન્ડમ પર સહમતિ થવાની શક્યતા પણ વધી રહી છે. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ હોવા છતાં ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન કોઈ સમજૂતી માટે તૈયાર નહીં થાય તો ફરી હુમલા શરૂ કરવામાં આવશે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે તેહરાનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. ઈરાનના સમર્થનમાં યોજાયેલી રેલીમાં લોકોએ અમેરિકાવિરોધી અને ઇઝરાયલ વિરોધી નારા લગાવ્યા હતા. લોકો હાથમાં ઝંડા અને પોસ્ટરો લઈને દેશના નેતૃત્વને સમર્થન આપતા જોવા મળ્યા હતા.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.