Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકા-ઈઝરાયલ તણાવ વધ્યો: ઈરાન પર સંભવિત કાર્યવાહી વચ્ચે હથિયારોનો મોટો જથ્થો ઈઝરાયલ પહોંચ્યો

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન મુદ્દે વધતા તણાવ વચ્ચે ઈઝરાયલ પહોંચેલા અમેરિકન હથિયારોના મોટા જથ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે, જ્યારે સંભવિત સૈન્ય કાર્યવાહી અંગેની અટકળોએ સ્થિતિને વધુ ગંભીર બનાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 03:07 PM IST
અમેરિકા-ઈઝરાયલ તણાવ વધ્યો: ઈરાન પર સંભવિત કાર્યવાહી વચ્ચે હથિયારોનો મોટો જથ્થો ઈઝરાયલ પહોંચ્યોઅમેરિકા-ઈઝરાયલ તણાવ વધ્યો: ઈરાન પર સંભવિત કાર્યવાહી વચ્ચે હથિયારોનો મોટો જથ્થો ઈઝરાયલ પહોંચ્યો

AI Image

ઈઝરાયેલ:  અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન મુદ્દે ફરીથી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકન હથિયારો લઈને ઘણા કાર્ગો વિમાનો ઈઝરાયલ પહોંચ્યા છે, જેને કારણે સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, આ હથિયાર અને ગોળાબારુદની મોટી સપ્લાય જર્મની સ્થિત અમેરિકન સૈન્ય બેઝમાંથી મોકલવામાં આવી હતી, જે છેલ્લા 24 કલાકમાં તેલ અવિવ પહોંચી હોવાનું જણાવાયું છે.

પબ્લિક બ્રોડકાસ્ટર ‘કાન’ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે સંભવિત નવા સૈન્ય વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે. સાથે જ જો અમેરિકા ઈરાન પર કાર્યવાહી કરે તો ઈઝરાયલ પણ તેમાં જોડાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે તાજેતરમાં વાતચીત પણ થઈ હતી, જેમાં ઈરાનમાં સંભવિત સંઘર્ષ અંગે ચર્ચા થઈ હતી.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

 

 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.