ગાંધીનગરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગાંધીનગરના સેક્ટર-9 વિસ્તારમાં સરિતા ઉદ્યાન નજીક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ક્રિકેટ મેચ રમીને પરત ફરી રહેલા યુવકો સાથે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Rahul DesaiUpdated on: 14 May 2026 12:27 PM IST

ગાંધીનગરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગાંધીનગરના સેક્ટર-9 વિસ્તારમાં સરિતા ઉદ્યાન નજીક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ક્રિકેટ મેચ રમીને પરત ફરી રહેલા યુવકો સાથે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Rahul Desai
Updated on: 14 May 2026 12:27 PM IST

ગાંધીનગર: શહેરના સેક્ટર-9 વિસ્તારમાં આવેલા સરિતા ઉદ્યાન નજીક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર, ઇજાગ્રસ્ત યુવકો ક્રિકેટ મેચ રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
AUTHOR