Get News Alerts

Never miss breaking news updates.

મનાલી ફરવા ગયેલા ભાવનગરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત

હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવાર માટે ખુશીની સફર અચાનક દુઃખદ બની ગઈ હતી. મનાલીથી બેલા જતી વખતે પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 5 સભ્યોનાં કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે 4 લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 May 2026 12:15 PM IST
મનાલી ફરવા ગયેલા ભાવનગરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માતમનાલી ફરવા ગયેલા ભાવનગરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત

AI Image

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવાર માટે પ્રવાસ દુઃખદ સાબિત થયો છે. મનાલીથી બેલા જતી વખતે પરિવારની કાર અચાનક બેકાબૂ બની ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યોનાં કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે 4 લોકોને ગંભીર હાલતમાં બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માહિતી મુજબ વહેલી સવારે પહાડી રસ્તા પર કારનો કાબૂ ગુમાતા અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ 9 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં લલિત ફતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીને બચાવી લેવામાં આવ્યા છે.

ભાવનગરના પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેર અને ખાસ કરીને સિંધી સમાજમાં શોકનો માહોલ સર્જી દીધો છે. પોલીસ દ્વારા અકસ્માતના કારણોને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.