Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ એરપોર્ટ પરથી 6.540 કિલો ગાંજો ઝડપાયો, એક મુસાફરની ધરપકડ

અમદાવાદના એરપોર્ટ પરર એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી કરતાં બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 6.540 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. થાઈ એરવેઝની ફ્લાઇટ મારફતે આવેલા રાયપુરના મુસાફરની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ હેઠળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 May 2026 11:46 AM IST
અમદાવાદ એરપોર્ટ પરથી 6.540 કિલો ગાંજો ઝડપાયો, એક મુસાફરની ધરપકડઅમદાવાદ એરપોર્ટ પરથી 6.540 કિલો ગાંજો ઝડપાયો, એક મુસાફરની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચોક્કસ ગુપ્ત માહિતી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલા એક ભારતીય મુસાફરને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 6.540 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

થાઈ એરવેઝની ફ્લાઇટમાંથી અમદાવાદ પહોંચ્યો હતો મુસાફર

મળતી માહિતી મુજબ 16/17 મે 2026ની રાત્રે Thai Airwaysની ફ્લાઇટ નંબર TG-343 દ્વારા બેંગકોકથી અમદાવાદ આવેલા મુસાફરને તપાસ માટે અટકાવવામાં આવ્યો હતો. મુસાફર છત્તીસગઢના રાયપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ટ્રોલી બેગમાંથી મળ્યા વેક્યુમ-સીલ પેકેટ

એઆઈયુ અધિકારીઓએ મુસાફરના સામાનની તપાસ કરતા ટ્રોલી બેગમાં છુપાવી રાખેલા લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થવાળા 6 વેક્યુમ-સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.

એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી

અધિકારીઓએ કુલ 6.540 કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજો જપ્ત કર્યો હતો. સમગ્ર કાર્યવાહી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ હાથ ધરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીની પ્રથમ વિદેશ યાત્રા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાયપુરનો રહેવાસી છે અને આ તેની પ્રથમ વિદેશ યાત્રા હતી. હાલ એઆઈયુ દ્વારા સમગ્ર રેકેટ અને ગાંજાની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.