સુરતમાં લોકોને સસ્તા સોનું આપવાનું કહીને ઠગતા ગેંગ સુરત પોલીસે ઝડપી પાડી છે. જે લોકોને પૈસા એક કા ત્રણ ગણા કરવાની લાલચ આપતા હતા. અને પૈસાને બદલે કાગળના થપ્પા આપીને લોકો સામે ઠગાઈ કરતા હતા. પોલીસે તેમને ઝડપ્યા ત્યારે તેમની પાસેથી 1 કરોડની નોટો જપ્ત કરવામાં આવી છે. અને ગુજરાત સહિત મહારાષ્ટમાં પણ અલગ અલગ જગ્યાએ જઈને લોકોને ઠગાઈ કરતા હતા. જેના કારણે પોલીસે તેમની ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.