નિકોલ જ્વેલર્સ શો-રૂમમાં 1.66 કરોડની ચોરી, સેલ્સ ગર્લ ફરાર



નિકોલ જ્વેલર્સ શો-રૂમમાં 1.66 કરોડની ચોરી, સેલ્સ ગર્લ ફરાર



અમદાવાદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શો-રૂમમાં કરોડોની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી હર્ષિદા શેટ્ટી પર અંદાજે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ જવાનો આરોપ છે.
ઘટના ત્યારે બની જ્યારે શો-રૂમના માલિક ઘરે જમવા ગયા હતા. આ સમયગાળામાં આરોપી યુવતીએ વીંટી, ચેઇન, બુટ્ટી અને મંગળસૂત્ર સહિતના કિંમતી દાગીના શૂટ-પેન્ટમાં છુપાવીને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
CCTV ફૂટેજમાં યુવતી “Stay Loyal” સ્ટેટસ સાથે શો-રૂમમાંથી બહાર નીકળતી સ્પષ્ટ દેખાય છે. બાદમાં એક લકી ઓછી જણાતા સ્ટાફે તપાસ શરૂ કરી અને સમગ્ર ચોરીનો ભેદ ખુલ્યો.
રજા લીધા વગર ગાયબ થતી યુવતી અંગે શંકા જતા CCTV ચેક કરવામાં આવ્યા હતા, જેમાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા.
નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને આરોપી હર્ષિદા શેટ્ટીની શોધખોળ તેજ કરી છે.




