અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શો-રૂમમાં 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 મહિનાથી કામ કરતી સેલ્સ ગર્લ યુવતી દાગીના લઈને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. CCTV ફૂટેજમાં યુવતી દાગીના સાથે બહાર નીકળતી દેખાતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.