કેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો પર્દાફાશ, રૂ. 5.17 લાખનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. કેશોદના જૂનાગઢ રોડ પર APMC નજીકથી સરકારી અનાજના જથ્થાની કથિત કાળાબજારી ઝડપાઈ છે. જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી સમગ્ર મામલો વધુ તપાસ માટે કેશોદ પોલીસને સોંપ્યો છે.
Rahul Desai
Rahul Desai
કેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો પર્દાફાશ, રૂ. 5.17 લાખનો જથ્થો ઝડપાયોકેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો પર્દાફાશ, રૂ. 5.17 લાખનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. કેશોદના જૂનાગઢ રોડ પર APMC નજીકથી સરકારી અનાજના જથ્થાની કથિત કાળાબજારી ઝડપાઈ છે. જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી સમગ્ર મામલો વધુ તપાસ માટે કેશોદ પોલીસને સોંપ્યો છે.

જૂનાગઢ રેન્જ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેશોદ તાલુકાના અગતરાય ગામની સીમામાં આવેલા એક ભાડાના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન સરકારી સસ્તા અનાજની કથિત કાળાબજારી થતી હોવાનો પર્દાફાશ થયો હતો.

દરોડા દરમિયાન પોલીસે કુલ 10,250 કિલોગ્રામ ઘઉં અને 12,500 કિલોગ્રામ ચોખા મળી કુલ 22,750 કિલોગ્રામ અનાજનો જથ્થો કબજે કર્યો હતો. કબજે કરાયેલા અનાજની અંદાજિત કિંમત રૂ. 5 લાખ 17 હજાર 500 હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યવાહીમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછ બાદ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસને વધુ તપાસ માટે કેશોદ પોલીસને સોંપવામાં આવ્યો છે.

હવે પોલીસ દ્વારા અનાજનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને કથિત કાળાબજારીના આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવી શકે છે.