
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકારી સસ્તા અનાજની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. કેશોદના જૂનાગઢ રોડ પર APMC નજીકથી સરકારી અનાજના જથ્થાની કથિત કાળાબજારી ઝડપાઈ છે. જૂનાગઢ રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખો રૂપિયાની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી સમગ્ર મામલો વધુ તપાસ માટે કેશોદ પોલીસને સોંપ્યો છે.

ખંભાળિયા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી ખાસ સૂચનાઓ આપી છે. હવે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે આધાર કાર્ડ, સાતબારની નકલ અને ટ્રેક્ટરની આર.સી. બુક રજૂ કરવી ફરજિયાત બનાવાઈ છે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ વધુમાં વધુ 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવી રહ્યું છે.