તુર્કીમાં ગોળીબારથી હાહાકાર, રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગમાં 4 લોકોનાં મોત



તુર્કીમાં ગોળીબારથી હાહાકાર, રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ફાયરિંગમાં 4 લોકોનાં મોત



Turkey Shooting: દક્ષિણ તુર્કીમાં એક ભયાનક ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક શખ્સે રેસ્ટોરન્ટમાં ઘુસી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ, હુમલાખોરે રેસ્ટોરન્ટની અંદર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોએ નજીકના વિસ્તારમાં જીવ ગુમાવ્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હુમલાખોર કારમાં ફરાર
સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, હુમલાખોર ઘટના બાદ કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ઘાયલો હોસ્પિટલમાં દાખલ
ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને હુમલા પાછળનું કારણ પણ સામે આવ્યું નથી. પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે. આ ઘટનાએ તુર્કીમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



