Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકાના પેન્ટાગોનમાં ઈમરજન્સી! ગેસ માસ્ક અને પ્રોટેક્ટિવ ગિયર પહેરી પહોંચી પોલીસ

વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક 'પેન્ટાગોન'માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પેન્ટાગનમાં અચાનક ઈમરજન્સી એલર્ટ જાહેર થતાં જ તેના કેટલાક હિસ્સાને તાત્કાલિક લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ખતરનાક પદાર્થો સામે લડતી રેસ્ક્યુ ટીમ (HAZMAT Team) અને પોલીસ ફોર્સ ગેસ માસ્ક તેમજ સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગિયર પહેરીને ઘટનાસ્થળે દોડી આવી હતી. એર ક્વોલિટી બગડતા એલર્ટ જાહેર થયું...
R Gajjar
R GajjarUpdated on: 11 Jun 2026 10:12 PM IST
અમેરિકાના પેન્ટાગોનમાં ઈમરજન્સી! ગેસ માસ્ક અને પ્રોટેક્ટિવ ગિયર પહેરી પહોંચી પોલીસઅમેરિકાના પેન્ટાગોનમાં ઈમરજન્સી! ગેસ માસ્ક અને પ્રોટેક્ટિવ ગિયર પહેરી પહોંચી પોલીસ

વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક પેન્ટાગોન''માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પેન્ટાગોનમાં અચાનક ઈમરજન્સી એલર્ટ જાહેર થતાં જ તેના કેટલાક હિસ્સાને તાત્કાલિક લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ખતરનાક પદાર્થો સામે લડતી રેસ્ક્યુ ટીમ (HAZMAT Team) અને પોલીસ ફોર્સ ગેસ માસ્ક તેમજ સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગિયર પહેરીને ઘટનાસ્થળે દોડી આવી હતી.

એર ક્વોલિટી બગડતા એલર્ટ જાહેર થયું
પેન્ટાગોન'ના પ્રવક્તા શૉન પાર્નેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બિલ્ડિંગની હાઈટેક સિક્યોરિટી સિસ્ટમે 'એર ક્વોલિટી' (હવાની ગુણવત્તા) બગડી હોવાનું ડિટેક્ટ કર્યું હતું. જેના પગલે તકેદારીના ભાગરૂપે પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો. પ્રવક્તાએ કહ્યું, "પેન્ટાગોન પાસે બિલ્ડિંગ અને કર્મચારીઓની સુરક્ષા માટે અત્યાધુનિક સિસ્ટમ છે. આ સિસ્ટમે એર ક્વોલિટીમાં ખામી દર્શાવતા જ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને 'શેલ્ટર-ઈન-પ્લેસ' (તે જ જગ્યાએ સુરક્ષિત રહેવા) નો આદેશ આપવામાં આવ્યો હતો."

કોરિડોર 4 થી 7 માં બંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પેન્ટાગોનના કોરિડોર 4 થી 7 માં આવેલા બીજાથી પાંચમા માળ સુધીના વિસ્તારને સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો, જ્યારે બાકીના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં પોલીસકર્મીઓ અને બચાવ ટીમો કેમિકલ પ્રોટેક્શન કીટ અને માસ્ક પહેરેલી જોવા મળી હતી.

તપાસ બાદ સામે આવ્યું સાચું કારણ
આ ઘટના બાદ પેન્ટાગોનની સુરક્ષા એજન્સીઓએ લગભગ 1 થી 2 કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સના તાજા અહેવાલ મુજબ, આ સમગ્ર હોબાળો એક 'ફોલ્સ એલાર્મ' (ખોટો એલાર્મ) વાગવાને કારણે થયો હતો. સિક્યોરિટી સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે આ એલાર્મ વાગ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પેન્ટાગોન પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડિંગની સંપૂર્ણ સુરક્ષા તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે જેથી કોઈ જોખમ ન રહે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com