પાકિસ્તાનમાં પણ કોકરોચ ભય: “જો કોકરોચ ભેગા થાય, તો તેઓ બધું ઉલટાવી શકે છે...” ગૃહમંત્રીએ આપી ચેતવણી


AI Generated Images
પાકિસ્તાનમાં પણ કોકરોચ ભય: “જો કોકરોચ ભેગા થાય, તો તેઓ બધું ઉલટાવી શકે છે...” ગૃહમંત્રીએ આપી ચેતવણી


AI Generated Images
Pakistan Home Minister Cockroach Remark: પાકિસ્તાનમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ વચ્ચે ગૃહમંત્રી મોહસિન નકવીએ પોતાની જ સરકારને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો યુવાનો એક થઈ જશે તો સમગ્ર સિસ્ટમને બદલી નાખવાની તાકાત ધરાવે છે. તેમના 'કોકરોચ' શબ્દના ઉપયોગ બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
પાકિસ્તાન ઇકોનોમિક સમિટમાં સંબોધન કરતાં મોહસિન નકવીએ કહ્યું કે, "તમે તેમને યુવાનો કહો કે કોકરોચ કહો, પરંતુ જો તેઓ એક થઈ જશે તો બધું જ પલટી શકે છે." તેમણે સ્વીકાર્યું કે સરકાર યુવાનોને મેરિટ આધારિત નોકરી, ન્યાય અને સમાન તક આપવામાં નિષ્ફળ રહી છે.
નકવીએ વધુમાં કહ્યું કે દેશની 70 વર્ષ જૂની શાસન વ્યવસ્થા હવે અસરકારક રહી નથી અને તેમાં મોટા પાયે સુધારાની જરૂર છે. તેમણે નવા પ્રશાસનિક એકમો અને નવા પ્રાંતો બનાવવાની પણ વકાલાત કરી. ભારતનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે સ્વતંત્રતા સમયે ભારતમાં 14 રાજ્ય હતા જ્યારે આજે તેની સંખ્યા વધી ગઈ છે, જેના કારણે વહીવટ લોકોની નજીક પહોંચ્યો છે.
ગૃહમંત્રીએ તમામ રાજકીય પક્ષોને મતભેદો ભૂલીને દેશના હિતમાં એકસાથે બેસી શાસન વ્યવસ્થામાં સુધારા કરવા અપીલ કરી હતી. તેમણે વેપારી વર્ગને પણ માત્ર ચૂંટણી ફંડિંગ સુધી સીમિત ન રહી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે યુવાનોને માત્ર લેપટોપ કે આર્થિક સહાય નહીં, પરંતુ મેરિટના આધારે રોજગાર અને યોગ્ય તક જોઈએ છે. જો સરકાર તેમની અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તો ભવિષ્યમાં મોટું અસંતોષ ફાટી નીકળવાની શક્યતા છે.




