કેનેડામાં ગુજરાતની વિદ્યાર્થીનીની હત્યા, 15 મેથી હતી ગુમ



કેનેડામાં ગુજરાતની વિદ્યાર્થીનીની હત્યા, 15 મેથી હતી ગુમ



Indian Student Murder in Canada: કેનેડામાં ફરી એકવાર ભારતીય મૂળના યુવક-યુવતીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી અને કેનેડામાં અભ્યાસ કરતી 22 વર્ષની વિધિ મેઘાની નિર્દયી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નાયગ્રા વિસ્તારમાં અમેરિકન બોર્ડર નજીક તેનો મૃતદેહ મળી આવતા ભારતીય સમુદાયમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે.
15 મેથી હતી ગુમ
મળતી માહિતી અનુસાર, વિધિ મેઘા છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડામાં અભ્યાસ કરી રહી હતી. અભ્યાસ સાથે તે પાર્ટ-ટાઇમ નોકરી પણ કરતી હતી અને ત્યાં પીઆર મેળવવાની તૈયારીમાં હતી. જોકે, 15 મે બાદ અચાનક તેનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. પરિવારે શોધખોળ શરૂ કરી હતી ત્યારે થોડા દિવસ બાદ નાયગ્રા વિસ્તાર નજીક અમેરિકન બોર્ડર પાસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીની ચાકૂ મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
કેનેડિયન પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે અને આસપાસના વિસ્તારોના CCTV તેમજ ડિજિટલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
અગાઉ પણ ભારતીય વિદ્યાર્થીઓ બન્યા હતા નિશાન
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ હત્યા અને ગોળીબાર જેવી ઘટનાઓમાં જીવ ગુમાવી ચૂક્યા છે. ડિસેમ્બર 2025માં ટોરન્ટોમાં ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે એપ્રિલ 2025માં હરસિમરત રંધાવા નામની વિદ્યાર્થીની ગોળીબારમાં મોતને ભેટી હતી. આ ઘટનાઓ બાદ વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે.
પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
વિધિ મેઘાના મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો અને સગાસંબંધીઓએ આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



