ભારત-યુકે CETA અમલમાં, હવે ભારતીય નિકાસકારો માટે યુકે બજારમાં નવા અવસરો

નવી દિલ્હી: ભારત અને યુકે વચ્ચે થયેલો વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) આજથી અમલમાં આવ્યો છે. આ કરારના અમલ સાથે ભારતના ટેક્સટાઇલ, ચામડા, રત્ન-આભૂષણ, મરીન પ્રોડક્ટ્સ, કેમિકલ, પ્રોસેસ્ડ ફૂડ અને અન્ય અનેક ક્ષેત્રોના નિકાસકારોને યુકેના બજારમાં વધુ સારી તકો મળશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલો આ કરાર...
Rupin Bakraniya
Rupin Bakraniya
ભારત-યુકે CETA અમલમાં, હવે ભારતીય નિકાસકારો માટે યુકે બજારમાં નવા અવસરોભારત-યુકે CETA અમલમાં, હવે ભારતીય નિકાસકારો માટે યુકે બજારમાં નવા અવસરો

નવી દિલ્હી: ભારત અને યુકે વચ્ચે થયેલો વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) આજથી અમલમાં આવ્યો છે. આ કરારના અમલ સાથે ભારતના ટેક્સટાઇલ, ચામડા, રત્ન-આભૂષણ, મરીન પ્રોડક્ટ્સ, કેમિકલ, પ્રોસેસ્ડ ફૂડ અને અન્ય અનેક ક્ષેત્રોના નિકાસકારોને યુકેના બજારમાં વધુ સારી તકો મળશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલો આ કરાર ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે. તેમણે જણાવ્યું કે હવે ભારતના લગભગ 99 ટકા નિકાસ ઉત્પાદનોને યુકેમાં ઝીરો-ડ્યૂટી ઍક્સેસ મળશે, જે ભારતના લગભગ 100 ટકા વેપાર મૂલ્યને આવરી લે છે.

આ કરારથી ખાસ કરીને ટેક્સટાઇલ, ચામડા, રત્ન-આભૂષણ, એન્જિનિયરિંગ ઉત્પાદનો, મરીન પ્રોડક્ટ્સ, કેમિકલ, પ્રોસેસ્ડ ફૂડ, MSME ઉદ્યોગો અને ખેડૂતોને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ભારતના IT, પ્રોફેશનલ, ફાઇનાન્શિયલ, એજ્યુકેશન અને બિઝનેસ સર્વિસિસ ક્ષેત્ર માટે પણ નવી તકો ઉભી થશે. યુકેમાં કામ કરવા જતાં ભારતીય વ્યાવસાયિકોને પણ આ કરારથી રાહત મળશે. સોશિયલ સિક્યુરિટી કરાર હેઠળ યુકેમાં અસ્થાયી રીતે કામ કરતા ભારતીયોને પાંચ વર્ષ સુધી ડબલ સોશિયલ સિક્યુરિટી યોગદાનમાંથી મુક્તિ મળશે, જેના કારણે ભારતીય પ્રોફેશનલ્સની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનશે.

આ કરાર હેઠળ સ્કોચ વિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ જેવા બ્રિટિશ ઉત્પાદનો પર લાગતા ટેરિફમાં પણ તબક્કાવાર ઘટાડો કરવામાં આવશે. બ્રિટિશ સ્કોચ વિસ્કી પરનો 150 ટકાનો ટેરિફ શરૂઆતમાં ઘટાડીને 75 ટકા કરવામાં આવશે અને આગામી 10 વર્ષમાં તેને 40 ટકા સુધી લાવવામાં આવશે. ભારત-યુકે વચ્ચેનો આ મહત્વપૂર્ણ વેપાર કરાર 14 તબક્કાની ચર્ચા બાદ 24 જુલાઈ, 2025ના રોજ હસ્તાક્ષર થયો હતો, જેમાં વેપાર, ડિજિટલ ટ્રેડ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી, ઇનોવેશન અને સરકારી ખરીદી સહિત કુલ 30 પ્રકરણોનો સમાવેશ થાય છે.