Get News Alerts

Never miss breaking news updates.

પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર ભાજપની જીત, દેબાંગ્શુ પાંડાને મળી 1,09,021 મતની લીડ

West Bengal Falta: પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર 21મી મેના દિવસે પુનર્મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે આજે મતગણતરી પૂર્ણ થતાં ભાજપનો વિજય થયો છે. જેમાં ભાજપને 1,09,021 મતની લીડ મળી છે. આ સીટ પર રિપોલિંગના બે દિવસ પહેલાં TMC ઉમેદવાર જહાંગીર ખાને પીછેહઠ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી સમગ્ર માહોલ બદલાઈ ગયો હતો. જો કે, તૃણમૂલ કોંગ્રેસે આ તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો.
Admin
AdminUpdated on: 24 May 2026 05:46 PM IST
પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર ભાજપની જીત, દેબાંગ્શુ પાંડાને મળી 1,09,021 મતની લીડપશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર ભાજપની જીત, દેબાંગ્શુ પાંડાને મળી 1,09,021 મતની લીડ

West Bengal Falta: પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર 21મી મેના દિવસે પુનર્મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે આજે મતગણતરી પૂર્ણ થતાં ભાજપનો વિજય થયો છે. જેમાં ભાજપને 1,09,021 મતની લીડ મળી છે. આ સીટ પર રિપોલિંગના બે દિવસ પહેલાં TMC ઉમેદવાર જહાંગીર ખાને પીછેહઠ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી સમગ્ર માહોલ બદલાઈ ગયો હતો. જો કે, તૃણમૂલ કોંગ્રેસે આ તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો.

21મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફાલતામાં શાંતિપૂર્ણ મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 86.11 ટકા મતદાન નોંધવામાં આવ્યું હતું. જે 29મીએ થયેલા મતદાન કરતાં ઓછું હતું.

29 એપ્રિલ પહેલાં થયેલી ચૂંટણીમાં ઇવીએમમાં પર્ફ્યૂમ જેવી વસ્તુઓ અને એધેસિવ ટેપ લગાવવાના આરોપ બાદ ચૂંટણી પંચે ફાલતામાં પુનર્મતદાનનો આદેશ કર્યો હતો. ત્યારે ફાલતમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાલતા વિધાનસભા મતવિસ્તારમાં કુલ 285 મતદાન કેન્દ્રો પર 35 કંપનીઓનું કેન્દ્રીય બળ તહેનાત કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર દિવસ દરમિયાન લાંબી લાંબી લાઇનો લાગી હતી.

BJPએ ફાલતા વિધાનસભા બેઠક જીતતાંની સાથે જ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 207 થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બે સીટ - નંદીગ્રામ અને ભવાનીપુરથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. હવે તેમણે નંદીગ્રામ સીટ પરથી રાજીનામું આપી દીધું છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.