
પશ્ચિમ બંગાળમાં પોલીસે ટીએમસી નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. પોતાને પુષ્પા કહેનારા જહાંગીર ખાન શુભેન્દુ અધિકારીના ડરથી ચૂંટણી મેદાન છોડી ગયા હતા. ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી દરમિયાન જહાંગીર ખાનનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે, તેમને એક પ્રભાવશાળી અને શક્તિશાળી નેતા માનવામાં આવે છે.

West Bengal Falta: પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક પર 21મી મેના દિવસે પુનર્મતદાન યોજવામાં આવ્યું હતું. ત્યારે આજે મતગણતરી પૂર્ણ થતાં ભાજપનો વિજય થયો છે. જેમાં ભાજપને 1,09,021 મતની લીડ મળી છે. આ સીટ પર રિપોલિંગના બે દિવસ પહેલાં TMC ઉમેદવાર જહાંગીર ખાને પીછેહઠ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી સમગ્ર માહોલ બદલાઈ ગયો હતો. જો કે, તૃણમૂલ કોંગ્રેસે આ તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો હતો.