સસ્તા અનાજની દુકાનમાંથી ઓછું અનાજ આપવાનો વીડિયો વાયરલ, લાભાર્થીએ કર્યો આક્ષેપ



સસ્તા અનાજની દુકાનમાંથી ઓછું અનાજ આપવાનો વીડિયો વાયરલ, લાભાર્થીએ કર્યો આક્ષેપ



Vav Tharad Video Viral: ભાભરના અસાણા ગામની સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ આપતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં મળવાપાત્ર અનાજ કરતાં ઓછું અનાજ આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, લાભાર્થી અને દુકાન સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. જેમાં લાભાર્થીએ 20 કિલો અનાજની સામે માત્ર 15 કિલો અનાજ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ વાયરલ વીડિયોને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
આ મામલે લાભાર્થીએ ઓછું અનાજ અપાતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઓછું અનાજ આપવાનો વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ ઉપરાંત ગ્રામજનોએ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ પણ કરી છે. આ ઉપરાંત પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ થાય તેવી માગણી પણ કરી છે.




