વડોદરામાં ‘વિકાસ’ને પડ્યો મસમોટો ભૂવો! થોડા મહિના પહેલાં બનેલો રોડ બેસી જતાં તંત્ર સામે સવાલો

વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે ફરી એકવાર રોડની ગુણવત્તાની પોલ ખુલી છે. બિલ પાણીની ટાંકી પાસે થોડા મહિના પહેલાં જ બનાવવામાં આવેલા રોડ પર મસમોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદ ન હોવા છતાં શહેરમાં સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતાં વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Rahul Desai
Rahul Desai
વડોદરામાં ‘વિકાસ’ને પડ્યો મસમોટો ભૂવો! થોડા મહિના પહેલાં બનેલો રોડ બેસી જતાં તંત્ર સામે સવાલોવડોદરામાં ‘વિકાસ’ને પડ્યો મસમોટો ભૂવો! થોડા મહિના પહેલાં બનેલો રોડ બેસી જતાં તંત્ર સામે સવાલો

વડોદરા: વડોદરા શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાની રોડ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બિલ પાણીની ટાંકી પાસે રોડ પર અચાનક મસમોટો ભૂવો પડતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ રોડનું નિર્માણ થોડા મહિના પહેલાં જ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

હાલ વરસાદ ન હોવા છતાં શહેરના રસ્તાઓ પર સતત ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતાં નાગરિકો પરેશાન બન્યા છે. બિલ પાણીની ટાંકી નજીક પડેલા વિશાળ ભૂવાને કારણે વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે અને રોડની ગુણવત્તા સામે અનેક સવાલો સર્જાયા છે.

સ્થાનિકોએ રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. કરોડો રૂપિયાના વિકાસ કામો પાછળ ખર્ચ કરવામાં આવતો હોવા છતાં રસ્તાઓ થોડા જ મહિનામાં બેસી જતા કામગીરીની ગુણવત્તા ચર્ચાનો વિષય બની છે.

આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવા અને બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.