Get News Alerts

Never miss breaking news updates.

‘ઇરાન યુદ્ધવિરામની ભીખ માગે છે’ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

Donald Trump: એક તરફ ઈરાને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે, તે છ મહિના સુધી લડવા માટે તૈયાર છે. આ દરમિયાન ટ્રમ્પના દાવાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ટ્રુથસોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન યુદ્ધવિરામની ભીખ માગી રહ્યું છે. પોસ્ટમાં તેમણે ઈરાનના નવા શાસન વિશે વાત કરી અને નવા રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, હોર્મુઝ એકમાત્ર રસ્તો છે, જેના દ્વારા યુદ્ધવિરામ કરાર થઈ શકે છે. આ પોસ્ટમાં તેમણે ઈરાનને પાષાણ યુગમાં પાછા મોકલવાની ધમકી પણ આપી હતી.
Admin
AdminUpdated on: 01 Apr 2026 07:48 PM IST
‘ઇરાન યુદ્ધવિરામની ભીખ માગે છે’ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો‘ઇરાન યુદ્ધવિરામની ભીખ માગે છે’ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

ફાઇલ તસવીર

Donald Trump: એક તરફ ઈરાને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે, તે છ મહિના સુધી લડવા માટે તૈયાર છે. આ દરમિયાન ટ્રમ્પના દાવાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. ટ્રુથસોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન યુદ્ધવિરામની ભીખ માગી રહ્યું છે. પોસ્ટમાં તેમણે ઈરાનના નવા શાસન વિશે વાત કરી અને નવા રાષ્ટ્રપતિની પ્રશંસા કરી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, હોર્મુઝ એકમાત્ર રસ્તો છે, જેના દ્વારા યુદ્ધવિરામ કરાર થઈ શકે છે. આ પોસ્ટમાં તેમણે ઈરાનને પાષાણ યુગમાં પાછા મોકલવાની ધમકી પણ આપી હતી.

ટ્રમ્પે પહેલીવાર ઈરાન વિશે કરી આ વાત
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘ઇરાનના નવા શાસનના રાષ્ટ્રપતિ તેમના પુરોગામી કરતાં ઘણાં ઓછા કટ્ટરપંથી અને ઘણા વધુ બુદ્ધિશાળી છે. તેમણે હમણાં જ યુનાઇટેડ સ્ટેટ્સ પાસે યુદ્ધવિરામ માટે વિનંતી કરી છે! અમે આનો વિચાર ત્યારે જ કરીશું, જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત કરવામાં આવશે. નહીંતર જ્યાં સુધી તે પાષાણ યુગમાં પહોંચી ન જાય, ત્યાં સુધી અમે ઇરાન પર બોમ્બમારો ચાલુ રાખીશું.’

ઈરાન છ મહિનાના યુદ્ધ માટે તૈયાર
થોડા સમય પહેલાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જાહેર કર્યું છે કે, ઈરાન આગામી છ મહિના સુધી યુદ્ધ લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે, ઈરાન પોતાનો બચાવ કરવા માટે એટલી હદે જશે કે દુશ્મનની કલ્પના પણ કરી શકાતી નથી. અરાઘચીએ ટ્રમ્પનું નામ લીધા વિના આ નિવેદન આપ્યું હતું, પરંતુ ટ્રમ્પે એવો દાવો કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે કે, ઈરાન પોતે જ યુદ્ધવિરામની ભીખ માંગી રહ્યું છે.

હોર્મુઝ અમેરિકા માટે ખુલશે નહીં
ટ્રમ્પના નિવેદનનો જવાબ આપતા ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ અમેરિકા માટે ખુલશે નહીં. ઈરાની સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત તે લોકો માટે ખુલ્લી રહેશે જે ઈરાની કાયદાનું પાલન કરે છે.’

AUTHOR
Admin

Admin

Author details are not available.