હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોત મામલે ભડક્યા એસ. જયશંકર, અમેરિકી વિદેશમંત્રીએ નમતું ન મૂક્યું!



હોર્મુઝમાં ત્રણ ભારતીયોના મોત મામલે ભડક્યા એસ. જયશંકર, અમેરિકી વિદેશમંત્રીએ નમતું ન મૂક્યું!



US Attack on Indian Ship: અમેરિકાએ ઓમાન પાસે દરિયામાં એક જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજમાં ભારતીય નાવિકો સવાર હતા. ત્રણ ભારતીય નાગરિકોના આ હુમલામાં મોત નીપજ્યા છે. ભારતે આ ઘટનાની આકરી નિંદા કરી છે અને હવે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો વચ્ચે તીખી વાતચીત થઈ હતી.
ઓમાનના સમુદ્ર તટ પાસે એક જહાજ હતું, જેનું નામ હતું એમટી સેટેબેલ્લો. આ જહાજ પલાઉ દેશના રાષ્ટ્રધ્વજ સાથે તેલ લઈને જઈ રહ્યું હતું. આ જહાજમાં કુલ 24 ભારતીય નાગરિકો સવાર હતા. અમેરિકી નૌસેનાએ આ જહાજ પર હુમલો કર્યો હતો.
હુમલાના બદલામાં 21 નાવિકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ નાવિક લાપતા થઈ ગયા હતા અને પછી જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય નાવિકોના મોત નીપજ્યા છે. તેને લઈને વિદેશમંત્રી એસ. જયશંકરે આકરો વિરોધ નોંધાવ્યો હતો. અમેરિકાને પેટમાં તેલ રેડાતા તેમણે હોર્મુઝની નાકાબંધી ન તોડવાની ચેતવણી આપી છે.
જયશંકર અને રુબિયો વચ્ચે શું વાતચીત થઈ?
શુક્રવારે જયશંકરે અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો સાથે વાત કરી હતી. તેમણે અમેરિકા સામે ભારતનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યુ કે, ખાડીમાં અમેરિકી નૌસેનાના હુમલામાં ભારતના ત્રણ નાવિક માર્યા ગયા છે. જયશંકરે એક્સ પર લખ્યુ કે, આમ જહાજો પર કોઈ પણ પ્રકારના જીવલેણ હુમલા સહન કરી લેવામાં આવશે નહીં.
પછી શનિવારે રુબિયોએ જયશંકરને પાછો ફોન કર્યો હતો. રુબિયોએ કહ્યુ કે, અમેરિકા હોર્મુઝમાં નાકાબંધીનું ઉલ્લંઘન સહન નહીં કરે. એટલે કે અમેરિકાનું કડક વલણ હતું કે, આ વિસ્તાર તેના કંટ્રોલમાં છે અને ત્યાં કોઈપણ વગર પરવાનગીએ જશે નહીં.
ભારતે હુમલા વિશે શું કહ્યું હતું?
આ કોઈ યુદ્ઘ જહાજ નહોતું. આ એક સામાન્ય વેપારી જહાજ હતું, જે માલ પરિવહન કરી રહ્યું હતું. તેના પર ભારતના સામાન્ય નાગરિકો કામ કરી રહ્યા હતા. અમેરિકાએ તેના પર હુમલો કરીને ત્રણ ભારતીયનો જીવ લીધો છે. ભારતને આ સદંતર ખોટું લાગ્યું છે.
ભારતે હુમલા પછી શું કર્યું?
ભારતે તાત્કાલિક અમેરિકાનો વિરોધ કર્યો હતો. અમેરિકાના જે અધિકારી ભારતમાં બેઠા છે એટલે કે અમેરિકી કાર્યવાહક રાજદૂત તેમણે ભારતના વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે, ભારતીય નાવિકોવાળા જહાજ પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. તેમણે એ પણ ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં શાંતિ વાતચીત અને કૂટનીતિક રીતે આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર ભારતીય જહાજોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ કે, ‘ઇરાનનો ભારતીય જહાજ પર કરવામાં આવેલો ડ્રોન હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તમારે તાત્કાલિક તમારો વ્યવહાર સુધારવો જોઈએ.’




