Oman Accident Indian Nationals: ભારતીયોને લઈ જતી ગાડી પલટી, એકનું મોત; 9 લોકો ઈજાગ્રસ્ત


Oman Accident Indian Nationals
Oman Accident Indian Nationals: ભારતીયોને લઈ જતી ગાડી પલટી, એકનું મોત; 9 લોકો ઈજાગ્રસ્ત


Oman Accident Indian Nationals
Oman Accident Indian Nationals: ઓમાનમાં ભારતીય નાગરિકોને લઈ જતી ગાડી ગંભીર અકસ્માતનો ભોગ બની છે. સડક પરથી ગાડી નીચે ઉતરી જતાં થયેલા અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે 9 અન્ય ભારતીય મૂળના લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત શનિવારે સુલતાન સઈદ બિન તૈમુર સ્ટ્રીટ પર થયો હતો.
https://twitter.com/RoyalOmanPolice/status/2091198518119792660?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2091198518119792660%7Ctwgr%5Ee01695d82be6bcbd7bab28fa322c03daad09e6c0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fworld%2Fasia%2Fvehicle-carrying-indians-overturns-in-oman-one-died-and-several-injured-2026-08-23-1238944
ગાડી રસ્તા પરથી નીચે ઉતરી જતા અકસ્માત
રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર, ગાડી ખરાબ થઈ જતાં રસ્તા પરથી નીચે ઉતરીને બીજી તરફ જતી રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. અકસ્મતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બે ઈજાગ્રસ્તોને એર વિંગની મદદથી હોસ્પિટલ પહોંચાડ્યા
અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. રોયલ ઓમાન પોલીસના એર વિંગે અલ હેમા ગવર્નરેટમાંથી બંને ઈજાગ્રસ્તોને નિઝવા હોસ્પિટલ પહોંચાડવા માટે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. બાકીના ઈજાગ્રસ્તોને પણ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખરાબ હવામાનને કારણે વિઝિબિલિટી ઘટી હતી
અકસ્મતના ચોક્કસ કારણ અંગે રોયલ ઓમાન પોલીસે હજુ કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. જોકે, અગાઉ હવામાનને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હાઈવે પર આંધી-તોફાન, ભારે વરસાદ અને ઉડતી ધૂળના કારણે વિઝિબિલિટી ઘટવાની શક્યતા અંગે અધિકારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ખરાબ હવામાનનો અકસ્માત સાથે કોઈ સીધો સંબંધ હતો કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
અકસ્માત અંગે તપાસ શરૂ
રોયલ ઓમાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘટનાની માહિતી શેર કરી હતી. અકસ્માતમાં એક વ્યક્તિના મોત અને 9 ભારતીય મૂળના લોકો ઈજાગ્રસ્ત થયાની પુષ્ટિ પોલીસે કરી છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્ત ભારતીયોની વધુ વિગતો સત્તાવાર રીતે જાહેર થવાની રાહ જોવાઈ રહી છે.




