ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત, 30 હજાર કરતાં વધુ મતની લીડ



ફાઇલ તસવીર
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત, 30 હજાર કરતાં વધુ મતની લીડ



ફાઇલ તસવીર
Umreth Assembly By Election Results: ઉમરેઠ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થતાં તે બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દીકરા હર્ષદભાઈ પરમારને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા. ત્યારે આજે યોજાયેલી મતગણતરીમાં 30 હજાર કરતાં વધુ મતથી ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારનો વિજય થયો છે.
ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 85 હજાર કરતાં વધુ મત મેળવ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 50 હજાર કરતાં વધુ મત મળ્યા છે. ત્યારે હર્ષદ પરમાર 30 હજાર કરતાં વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. વોટશેરની વાત કરીએ તો ભાજપને 58.88 ટકા તો કોંગ્રેસને 37.71 ટકા વોટ મળ્યા છે.
23 એપ્રિલે યોજાયું હતું મતદાન
મહત્વનું છે કે, ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ગત 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથકો પર કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટની ગણતરીથી થશે. જેમાં કુલ 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ સહિત કુલ 241 પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે.




