Get News Alerts

Never miss breaking news updates.

તુર્કીની સ્કૂલમાં ગોળીબાર, 4ના મોત; 24 કલાકમાં બીજી ઘટના

Turkey School Firing: તુર્કીના દક્ષિણ પ્રાંત કહરામનમારસમાં બુધવારે એક માધ્યમિક શાળામાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ગવર્નર મુકેરેમ ઉનલુરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘ચાર લોકોના મોત થયા છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Admin
AdminUpdated on: 15 Apr 2026 06:14 PM IST
તુર્કીની સ્કૂલમાં ગોળીબાર, 4ના મોત; 24 કલાકમાં બીજી ઘટનાતુર્કીની સ્કૂલમાં ગોળીબાર, 4ના મોત; 24 કલાકમાં બીજી ઘટના

ફાઇલ તસવીર

Turkey School Firing: તુર્કીના દક્ષિણ પ્રાંત કહરામનમારસમાં બુધવારે એક માધ્યમિક શાળામાં ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ગવર્નર મુકેરેમ ઉનલુરે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘ચાર લોકોના મોત થયા છે.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

આ ઘટનાને વધુ ગંભીર માનવામાં આવે છે. કારણ કે, તુર્કીમાં શાળાઓમાં વધતી હિંસાએ ફરી એકવાર ચિંતા વધારી છે. એક દિવસ પહેલાં જ તુર્કીમાં બીજી એક શાળામાં ગોળીબાર થયો હતો. તે ઘટનામાં એક હુમલાખોરે 16 લોકોને ઘાયલ કર્યા હતા અને બાદમાં આત્મહત્યા કરી હતી.

સતત બે દિવસથી બનતી આ ઘટનાઓએ દેશમાં શાળાની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે, આવી ઘટનાઓ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતીને અસર કરતી નથી, પરંતુ સમાજમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ પણ બનાવે છે.  

AUTHOR
Admin

Admin

Author details are not available.