
Maninagar LG Hospital Wall Collapse: અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં આજે સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં કામ કરી રહેલા 26 વર્ષીય શ્રમિક પર અચાનક ઈંટોની...

Bharuch ના નિકોરા ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરઆંગણે અન્ય બાળકો સાથે રમી રહેલા ધોરણ-2માં અભ્યાસ કરતા 9 વર્ષીય દિપ સચિનભાઈ પટેલ પર અચાનક જર્જરિત દિવાલ ધરાશાયી થઈ હતી.

પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર યુવકોના મોત થયા છે. ચારેય યુવકો એક જ મોટરસાઇકલ પર સવાર થઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક રસ્તાની બાજુમાં આવેલા એક જૂના મકાનની દિવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દિવાલ ધરાશાયી થઈ ગઈ અને ચારેય યુવકો તેની નીચે દબાઈ ગયા.

ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તારમાં બુધવારે દુર્ઘટનાજનક ઘટના બની હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દિવાલ ધરાશાયી થતાં પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય બે સભ્યો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કર્ણાટકના મંગલુરુ શહેરમાં ભારે વરસાદ વચ્ચે થયેલી દુર્ઘટનાએ શોકનું વાતાવરણ સર્જ્યું છે. મંગળવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે નાગોરી વિસ્તારમાં કંકનાડી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ઊંચાઈ પર આવેલા મકાનની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં તેની નીચે આવેલા ટાઇલવાળા મકાન પર ભારે કાટમાળ ખાબક્યો હતો. આ અકસ્માતમાં બે બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ સારવાર હેઠળ છે.