
Arvalli News : અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થોના વાવેતર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા હાઇવે પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. પૂરઝડપે દોડી રહેલી કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર પલ્ટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ખારી ગામ પાસે 108 એમ્બ્યુલન્સને પાછળથી ટ્રેલરે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ઈજાગ્રસ્ત થયા હતા.