અરવલ્લીમાં 108 એમ્બ્યુલન્સને ટ્રેલરની ટક્કર, પલટી ખાતા પાયલોટ અને EMT ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ખારી ગામ પાસે 108 એમ્બ્યુલન્સને પાછળથી ટ્રેલરે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ઈજાગ્રસ્ત થયા હતા.
Growth Now News
Growth Now News
અરવલ્લીમાં 108 એમ્બ્યુલન્સને ટ્રેલરની ટક્કર, પલટી ખાતા પાયલોટ અને EMT ઈજાગ્રસ્તઅરવલ્લીમાં 108 એમ્બ્યુલન્સને ટ્રેલરની ટક્કર, પલટી ખાતા પાયલોટ અને EMT ઈજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ખારી ગામ પાસે 108 એમ્બ્યુલન્સને પાછળથી ટ્રેલરે જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કરની અસર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સ રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ઈજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી અનુસાર, 108 એમ્બ્યુલન્સ હિંમતનગરથી પોતાની ફરજ પૂર્ણ કરીને શામળાજી તરફ પરત ફરી રહી હતી. તે દરમિયાન ખારી ગામ નજીક પાછળથી આવી રહેલા ટ્રેલરે એમ્બ્યુલન્સને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વાહનોને હટાવી માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કર્યો હતો.

આ અકસ્માત મામલે ટ્રેલર નંબર GJ-39-TA-3552ના ચાલક સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. સાથે જ ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.