
Sabarkantha News: બટાકાના હબ ગણાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ નહિવત વરસાદ અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા પાણીની અછત સર્જાઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા અને પિયતના પાણીની અછત સર્જાતા મગફળીના પાક પર સંકટ ઘેરાયું છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળીનો પાક પીળો પડી સુકાઈ જતા કેટલાક ખેડૂતોએ ભારે હૈયે ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે, જ્યારે કેટલાક ખેડૂતો મજૂરો રાખીને બચેલો પાક કાઢવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિત પ્રતિ વીઘે ₹15થી ₹20 હજારનો ખર્ચ થયો છે. વરસાદની અછત અને વીજળીની સમસ્યાના કારણે પાકને પૂરતું પિયત પણ મળી શક્યું નથી. ખેડૂતો હવે ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય અને પાક વળતરની માંગ કરી રહ્યા છે.

Amreli જિલ્લાના ધારી તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું હતું.